નરેન્દ્ર ભુવેચિત્રા, તાપી: વ્યારામાં કોંગ્રેસના ધારાસભ્યની ગાડી પર પથ્થરમારો કરાયો છે. ધારાસભ્ય પુના ગામિતની ગાડી પર પથ્થરમારાના સામાચાર સામે આવી રહ્યાં છે. જ્યારે આ મામલે ભાજપ પર હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કિન્નાખોરી રાખી મોટર સાઇકલ રેલીમાં કોંગી ધારાસભ્યની ગાડી પર પથ્થરમારો કરાયો હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે.
આજે તુષાર ચૌધરીની આગેવાનીમાં વ્યારા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી વ્યારાનગરમાં ફરી હતી. તે દરમિયાન ધારાસભ્ય પુના ગામિતની ગાડી પર કોઇએ પથ્થરમારો કર્યો હતો.