Home /News /south-gujarat /રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 630 કરોડનું સહાય પેકેજ ગાયબ? ખેડૂતોમાં તંત્ર પ્રત્યે નારાજગી

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 630 કરોડનું સહાય પેકેજ ગાયબ? ખેડૂતોમાં તંત્ર પ્રત્યે નારાજગી

ખેડૂતોમાં તંત્ર પ્રત્યે નારાજગી

State Government Of Gujarat: રાજ્યભરના ખેડૂતો માટે ગત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દ્વારા 630 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે જાહેરાત થયા બાદ આજ દિન સુધી રાજ્યમાં અનેક ખેડૂતો સહાયથી વંચિત રહેવા પામ્યા છે.

વધુ જુઓ ...
    હેમંત ગામીત, તાપી: રાજ્યભરના ખેડૂતો માટે ગત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દ્વારા 630 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે જાહેરાત થયા બાદ આજ દિન સુધી રાજ્યમાં અનેક ખેડૂતો સહાયથી વંચિત રહેવા પામ્યા છે. તાપી જિલ્લામાં પણ અનેક ખેડૂતો સુધી ચોમાસાના પૂરથી તેમજ ભારે વરસાદ દરમિયાન ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં ન આવતાં ખેડૂતો સહાયની આશ રાખીને બેઠા છે.પરંતુ વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે જિલ્લાભરમાં અનેક ખેડૂતોને હજુ સુધી સરકારનાં 630 કરોડના પેકેજમાંથી રૂપિયો પણ મળ્યો નથી.

    સરકારે 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ હતું


    તાપીના ડોલવણ તાલુકામાં ગત ચોમાસામાં અનરાધાર વરસાદને પગલે પૂર્ણા નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેને કારણે પૂર્ણા નદી તટે આંબાપાણી સહિત આસપાસના ગામોમાં અનેક વિસ્તારોમાં પૂરનું પાણી ભરાઈ જતાં ખેડૂતોને માથે મોટું નુકસાન ભોગવવાની નોબત આવી હતી.જોકે જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદ તેમજ પૂરથી પ્રભાવિત ખેડૂતોની કોઈ જ પડી ન હોય ખેડૂતો સરકારની સહાયથી વંચિત રહેવા પામ્યા છે. તાપીના ડોલવણ તાલુકાના આંબાપાણી ગામમાં ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર પણ આજ દિન સુધી ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી હાલ પીછો છોડશે નહીંઃ અમદાવાદીઓ હજુ ઠુંઠવાશે

    સહાયની જાહેરતા માત્ર કાગળ પર


    પૂર્ણા નદીમાં આવેલ રાત્રિ દરમિયાન આવેલ ભયાનક પૂરથી આંબાપાણી ગામનાં સાત જેટલાં ખેડૂતોનો ડાંગરનો પાક સંપૂર્ણ પણે ધોવાયો હતો તેમજ એક ખેડૂતનું તો પોતાનું મકાન પણ નદીનાં પૂરમાં તણાઈ ગયું હતું.જોકે તંત્ર દ્વારા આ આદિવાસી ખેડૂતને હજુ સુધી કોઈ સહાય પણ અપાઈ નથી તેમજ ખેતી પાકને નુકસાનનું વળતર પણ ખેડૂતોને મળ્યું નથી. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે જે કરોડોનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતુ તે ક્યાં ગયું તે તપાસનો વિષય બનવા પામ્યો છે.

    આ પણ વાંચો: 'ક્યારેક આરોપ લગાવનારાઓનો ઈરાદો કંઈક બીજો જ હોય ​​છે...', કુસ્તીબાજોના વિરોધ પર કેન્દ્રીય મંત્રી વીકે સિંહ

    તંત્ર સામે ખેડૂતોની નારાજગી


    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા 630 કરોડોનું ખેડૂતો માટે ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવેલું સહાય પેકેજ જાણે માત્રને માત્ર એક જાહેરાત બનીને રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે. જાહેરાત થયાનાં આટ આટલા દિવસો વીતવા છતાં ખેડૂતો સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીભરી નીતિને કારણે નુકસાનના સહાયથી પણ વંચિત રહેવા પામ્યા છે. ત્યારે જે કોઈ ટેકનિકલ સમસ્યા હોય તેને તાત્કાલિક ધોરણે દૂર કરીને સહાયથી વંચિત તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તે જરૂરી બન્યું છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gujarat Government, Tapi, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन