Home /News /south-gujarat /PM Modi In Tapi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધનઃ આયુષ્માન કાર્ડ બતાવો, મોદીનો ફોટો જોવે એટલે દરવાજા ખુલ્લા

PM Modi In Tapi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધનઃ આયુષ્માન કાર્ડ બતાવો, મોદીનો ફોટો જોવે એટલે દરવાજા ખુલ્લા

નરેન્દ્ર મોદીએ તાપીમાં સંબોધન કર્યુ

તાપીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યુ હતુ. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યુ હતુ કે પહેલાંની સરકારે આદિવાસીઓ માટે કંઈ જ ના કર્યુ અમારી સરકાર આવતાં જ અમે આખું અલગ મંત્રાલય બનાવ્યું અને અલગ બજેટ ફાળવ્યું.

વધુ જુઓ ...
તાપીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યુ હતુ. તેમાં તેમણે જણાવવા હતુ કે, ‘જો તમારા ઘરમાં કોઈ બીમાર પડે અને હોસ્પિટલનો ખર્ચો થાય તો 5 લાખ સુધીનો ખર્ચો તમારો આ દીકરો ભરવા માટે તૈયાર છે. આયુષ્યમાન કાર્ડ તો સોનાની લગડી જેવું છે. તમે મુંબઈ હોવ, કલકત્તા હોવ કે ગમે ત્યાં હોય પેલું કાર્ડ બતાવો, મોદી સાહેબનો ફોટો જોવે એટલે દરવાજા ખુલ્લા.’



આદિવાસી ભગવાન બિરસા મુંડાએ જિંદગી ખપાવી દીધી. પહેલાની સરકારે ભૂલાવી દીધા છે. 15મી નવેમ્બરે આદિવાસી બિરસા મુંડા દિવસ ઉજવવાનું નક્કી કર્યુ છે. જ્યાં સુધી અટલજીની સરકાર ના બની ત્યાં સુધી આદિવાસી માટે મંત્રાલય નહોતું. પછી દિલ્હીમાં અલગ મંત્રાલ યબન્યું. કોંગ્રેસવાળાને કામ ન સૂઝ્યું. વીસ વર્ષ પહેલાં અલગ બજેટ અને અલગ મંત્રાલય બન્યું.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ કહ્યુ, 'પર્યાવરણ જાળવણીમાં ગુજરાત આગળ'

‘આદિવાસીઓ મજાકનો હિસાબ ચૂકવશે’


કોંગ્રેસ હંમેશા ચૂંટણી પહેલાં જૂઠ્ઠા વાયદા કરતી હતી અને જીતી ગયા પછી એ વાયદાઓ ભૂલી જવાના. જ્યારે અમારો આદિવાસી સમાજ આગળ વધે તે માટે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એકબાજુ કોંગ્રેસની સરકાર આદિવાસી સમાજની પરંપરાઓની ઠેકડી ઉડાડતી, તેમની મજાક ઉડાવતી હતી. હું કોઈ ભાષણમાં આદિવાસી પાઘડી પહેરું તો મારોય મજાક ઉડાવતા, ઠેકડી કરતા. કોંગ્રેસે રાજકીય લાભ કરવા ખાતર મજાક ઉડાવી છે તેનો સમય આવ્યે આદિવાસીઓ હિસાબ ચૂકતે કરશે.’

આ પણ વાંચોઃ નૂતન વર્ષે વડાપ્રધાન ગુજરાત ભાજપના 50 લાખ કાર્યકરોને શુભેચ્છા આપશે

‘કોંગ્રેસે ક્યારેય આદિવાસીની ચિંતા ન કરી’


તેમણે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસની સરકાર આદિવાસીએ બનાવેલી ચીજવસ્તુઓનું મૂલ્ય ન સમજતા નહોતા. જ્યારે અમારા માટે તો વનધનની તાકાત જ મહત્ત્વની છે અને અમને દુનિયામાં બજારોમાં ભાવ મળે તેની ચિંતા છે. અમે કોઈપણ સરકાર કરતાં વધુ સમર્પિત રહીને આદિવાસીઓને પ્રધાન્ય આપીને કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસે આદિવાસી ભાઈ-બહેનોના જીવનની મુસીબતો ઓછી કરવાની ચિંતા ન કરી અને અમે સારામાં સારી સુવિધા આપવા માટે હંમેશા કામ કરતા હોઈએ છીએ.
First published:

Tags: Narendra modi gujarat visit, Pm modi in gujarat, Tapi

विज्ञापन