નરેન્દ્ર ભુવેચિત્રા, તાપીઃ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ડોલવણ પંથકમાંથી જિલ્લા એસઓજી પોલીસે એક બોગસ તબીબને પ્રેક્ટિસ કરતા 50 હજારની દવાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે, માત્ર 12માં ધોરણ સુધીનો અભ્યાસ કરેલા આ બોગસ ડોકટર ડોલવણના ગરીબોના સ્વાસ્થ્ય સાથે છેલ્લા 10 વર્ષેથી ચેડા કરતો હતો.
તાપી જિલ્લા એસઓજી પોલીસના હાથે ઝડપાયો છે બોગસ પરપ્રાંતિય તબીબ જે ભોળા આદિવાસી લોકોને ફસાવી ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો સહિત ડોલવણમાં પોતાનું બોગસ દવાખાનું ખોલી ગરીબ આદિવાસી પ્રજાના સ્વાસ્થ્ય સાથે છેલ્લા 10 વર્ષથી રમત રમી રહ્યો હતો.
એસઓજી પોલીસને આ વાતની જાણ થતા આ ઝોલાછાપ ડોક્ટરને ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જિલ્લા એસઓજી પોલીસના જણાવ્યા પ્રમાણે આ બોગસ તબીબનું નામ તરુણ બીશ્વાસ છે, અને તે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. પોલીસે તરુણ પાસેથી 50 હજાર રૂપિયાની કિંમતની દવાનો જથ્થો પણ કબ્જે કરી વિવિધ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
હાલ તો એસઓજી પોલીસે આ બોગસ મુન્નાભાઈને ઝડપી જેલની હવા ખાતો કરી દીધો છે, આ બોગસ તબીબ છેલ્લા 10 વર્ષથી ગરીબ લોકોને પોતાની માયાજાળમાં ફસાવી લોકોના સ્વાથ્ય સાથે ચેડાં કરતો હતો, ત્યારે તેના આ ગોરખ ધંધામાં કોણ કોણ સામેલ છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર