તાપી જિલ્લાના આ આખા ગામે નથી કર્યું મતદાન, જાણો ચોંકાવનારું કારણ

  • Share this:
આજે પહેલા તબક્કાનું મતદાન આજે પુર્ણ થયું છે. આજે મત વિસ્તારોમાં મત આપવા માટે દિવસ દરમિયાન મતદાન ઓછા વત્તા અંશે થયું છે પરંતુ નિઝર વિધાનસભાની સોનગઢ તાલુકાના હિંદલા ગામે મતદારો મતદાન કરવા જ ગયા નહી.

આ ગામ લોકોની ફરિયાદ હતી કે તેમના ગામમાં વારંવાર રજુવાત કરવા છતાં પણ મોબાઈલ ટાવર નાંખવામાં આવતો જ નથી. પ્રસાશન દ્વારા દખલગીરી પણ કરાઈ હતી હજુ સુધી તેઓ અસફળ રહ્યા હતાં.

નિઝર (ST)ની બેઠક પર ભાજપના કાંતિભાઈ રેશમાભાઈ ગામિત ઉમેદવાર છે. તેઓ ધોરણ 10 પાસ છે અને તેમની પાસે 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. તેમની સામે કોઈ ગુનો નોંધાયેલો નથી. ગત વિધાનસભા 2012ની ચૂંટણીમાં કાંતિભાઈ ગામિત વિજયી થયા હતાં.  તેમની સામે કોંગ્રેસના સુનિલ ગામિત ઉમેદવાર ઉભા છે જેઓ સ્નાતક છે  અને તેમની પાસે 45 લાખથી વધુની સંપત્તિ છે. તેમની સામે કોઈ ગુનો નોંધાયેલો નથી.
First published: