ગુજરાતમાં નક્સલવાદની દસ્તક! વ્યારામાંથી પથ્થલગડી ચળવળ ચલાવતા ત્રણ નક્સલવાદી ઝડપાયા

આરોપીઓની તસવીર

આ પથ્થલગડી આંદોલનની પદ્ધતિઓ અપનાવીને સ્થાનિક આદિજાતિ લોકોમાં સરકાર વિરુદ્ધ હિંસક બળવાનું વાતાવરણ ઊભું કરી સરકારને ઉથલાવવા માટેનું કાવતરું ઘડી રહ્ચા હતા.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં પેહલી વાર લાલ આતંકની દસ્તક આવી છે. ગુજરાતના (Gujarat) તાપીમાંથી ગુજરાત ATS દ્વારા ત્રણ નક્સલવાદીઓની (Naxalites) ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSને માહિતી મળી હતી કે ગુજરાતમાં આવેલા તાપીના (Tapi) વ્યારામાં કેટલાક લોકો નક્સલવાદી પ્રવૃતિ કરી રહ્યાં છે. તે માહિતીના આધારે ATS દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.અને 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય લોકો ઝારખંડના (Jharkhand) રહેવાસી છે. અને લોકડાઉન (lockdown) પેહલાથી અહીં રહી રહ્યા હતા. જોકે 2014થી આ લોકો ગુજરાતમાં રહી રહ્યાં હતાં. ઝારખંડના પથ્થલગડી આંદોલન કરી રહ્યાં હતાં.આરોપીઓ સામું ઓરિયા, બિરસા ઓરિયા અને બબીતા કચ્છપ આ લોકો ત્યાં ના ગુનામાં પણ વોન્ટેડ હતા અને અહીં રહી પણ નકસલી કાર્યાવહી કરી રહ્યાં હતાં.

ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાતમાં પણ આ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને આ લોકો કોણે કોણે મળી રહ્યાં હતાં અને કઈ રીતે આ કાર્યવાહી કરી રહ્યાં હતાં તેની તપાસ કરવા માં આવી રહી છે.

તાપીમાં આ લોકો છેલ્લા 6 વર્ષ થી આવી રહ્યાં હતાં જેથી પોલીસ ને શંકા છે કે આની પાછળ બીજા લોકો પણ હોઈ શકે છે જેથી તે દિશા માં પણ તપાસ કરવા માં આવી રહયુ છે..આ મામલે ATS વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-શું તમારે પાંચ જ વર્ષમાં લાખોપતિ બનવું છે? તમારા માટે પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે કામની

સરકાર વિરુદ્ધ તિરસ્કાર પેદા કરવાનો પ્રયાસ
આરોપીઓઓ મોબાઈલ ફોન અને લેપટોપમાં મળેલી સામગ્રી સૂચવે છે કે બિરસા ઓરેયા અને સામુ ઓરેયા સહિતના આરોપી વ્યક્તિઓ દ્વારા ગુજરાતના આદિજાતી વિસ્તારોમાં સ્થાનિક સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં પથ્થલગડી વિચારણધારાનો પ્રચાર કરવા માટે નાણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમજ તેઓ તેમની કાર્યવાહી અને શબ્દો દ્વારા સ્થાનિક લોકોમાં તેઓ કાયદાથી સ્થાપિત સરકાર સામે તિરસ્કાર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ-ઓનલાઈન અભ્યાસની માથાકુટઃ નેટવર્ક નહીં આવતા રોજ પહાડ ઉપર જઈને ભણે છે વિદ્યાર્થી

આ પથ્થલગડી આંદોલનની પદ્ધતિઓ અપનાવીને સ્થાનિક આદિજાતિ લોકોમાં સરકાર વિરુદ્ધ હિંસક બળવાનું વાતાવરણ ઊભું કરી સરકારને ઉથલાવવા માટેનું કાવતરું ઘડી રહ્ચા હતા. હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરત: દારુડિયા પતિના ત્રાસથી કંટાળી પત્નીએ માંગ અભયમની મદદ, પતિની વાત સાંભળી ચોંકી જશો

પથ્થલગડી એટલે શું?
ઉલ્લેખનીય છે કે, પથ્થલગડી ચળવળ, ઝારખંડના ખૂંટી જિલ્લાના ઘણા ગામોમાં વર્ષ 2016ના અંતમાં ખૂબ કાર્યરત બની હતી. ઐતિહાસિક રીતે પથ્થલગડી શબ્દ કોઈ મૃત વ્યક્તિની સમાધિ ઉપર પથ્થર મૂકવાના આદિવાસી રીવાજમાંથી આવ્યો છે.

વીડિયોમાં જુઓ રાતના 11 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

આ પ્રથાને ધ્યાનમાં રાખીને ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પથ્થરો ઉપર સંદેશો પ્રદર્શિત કરે છે. જેને સ્થાનિક પથ્થલગડી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ તેમના ઉદ્દેશો માટે હિંસક અને ગેરકાયદેસર રીતે આ પ્રથાનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ઝારખંડમાં હિંસાની વિવિધ ઘટનાઓ બની છે.
Published by:ankit patel
First published: