સોનગઢઃ લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 25 મુસાફર ઇજાગ્રસ્ત

દક્ષિણ ગુજરાતમાં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે. આ અકસ્માતમાં 25 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.

News18 Gujarati
Updated: July 10, 2018, 10:42 AM IST
સોનગઢઃ  લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 25 મુસાફર ઇજાગ્રસ્ત
લક્ઝરી બસ અને ટ્રક અકસ્માત
News18 Gujarati
Updated: July 10, 2018, 10:42 AM IST
દક્ષિણ ગુજરાતમાં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે. આ અકસ્માતમાં 25 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 2ની હાલત ગંભીર જણાતા હોસ્પિટલ ખસેડાઇયા હતા. ઘટનાના સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા જ્યારે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતો. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ એક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108ની મદદતી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

લક્ઝરી બસની ટક્કરથી આખી ટ્રક ઉંધી વળી, 25 મુસાફરોને ઇજા

મળતી માહિતી પ્રમાણે આજે મંગળવારે વહેલી સવારે તાપી જિલ્લાના સોનગઢના કીકાકુઇ પાટિયા પાસે એક ટ્રક અને લક્ઝરી બસ પસાર થઇ રહી હતી. આ દરમિયાનમાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, સામાન ભરેલી આખી ટ્રક ઉંધી વળી હતી. ટ્રકમાંથી સામાન પણ રસ્તા પર વિખેરાઇ ગયો હતો.બીજી તરફ લક્ઝરી બસના આગળના ભાગ ભુક્કા બોલાઇ ગયા હતા. આમ આ ગમખ્વાર અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર 25 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે, ભયંકર ટક્કરના કારણે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.108ની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
Loading...

અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સ્થળ ઉપર પહોંચીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાત મુસાફરોની હાલત વધારે ગંભીર જણાતા તેમને સાત મુસાફરોને સુરત ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળતા જ સ્થાનિક લોકોના ટોળા સ્થળ ઉપર એકઠાં થઇ ગયા હતા. જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર તાબડતોબ દોડી આવ્યા હતા. સદનસિબે આ ઘટમાં કોઇ જાનહાનિ પહોંચી નથી.બનાસકાંઠાઃ અમીરગઢ પાસે કાર ઝાડ સાથે અથડાઇ

મંગળવારે સવારે બનાસકાંઠાના ચેખલા ગામ પાસે કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા એક ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માતના પગલે એક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે સાથે અકસ્માતની જાણ થતાં જ ઇકબાલગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી હતી.
First published: July 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...