કેતન પટેલ, સાપુતારાથી : ગઈકાલે રાજ્યના તાપી (Tapi) જિલ્લાના વ્યારાના (vyara) માયપુરમાં (Maypur)માં સુરત-ધુલિયયા હાઇવે પર આવેલા એક પેટ્રોલપમ્પમાં (Petrolpump loot in Tapi Maypur) બે લૂંટારૂઓએ ફિલ્મી ઢબે છરો અને બંદૂક બતાવી અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. આ ફિલ્મી ઘટના સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ હતી. જોકે, સીસીટીવી વીડિયો અને વાયરલેસ મેસેજના પગલે પોલીસ સતર્ક થઈ હતી. લૂંટારૂઓ મોટરસાયકલ પર આવી અને લૂંટ કરીને ફરાર થઈ રહ્યા તેવામાં આ લૂંટારૂઓને પકડવા માટે તાપી સહિત ડાંગમાં પણ નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધી વખતે આ લૂંટારૂઓ પોલીસના હાથમાં આવી જતા તેને સાપુતારા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
બનાવની વિગતો એવી છે કે ગઈકાલે સવારે વ્યારા જિલ્લામાં આવેલા માયપુર પાસે પેટ્રોલ પમ્પમાં લૂંટની ઘટના સામે આવી હતી. વ્યારાના માયપુર પાસે સુરત-ધુલિયા હાઇવે પરનાં એસ્સાર પેટ્રોલપમ્પ પર બાઇક સવાર બે લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. પહેલાં તો આ લૂંટારૂઓ રેઇનકોટ પહેરીને આવ્યા અને ગ્રાહકના સ્વાંગમાં જ આવ્યા હતા.
લૂંટના આરોપીઓને સીસીટીવીના આધારે ઝડપી પાડવા પોલીસ વિભાગ કામે લાગ્યું હતું, અને દરેક જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી જેમા ડાંગ જિલ્લા પોલીસે કરેલ નાકબંધીમાં 2 શંકાસ્પદ ઇસમો પકડાઈ જતા તેની તપાસ અને પૂછપરછ દરમિયાન 2 મોટા છરા અને બનાવટી પિસ્તોલ મળી આવી હતી
તાપીમાં બાઈક પર રેઈનકોટ પહેરી આવેલા લોકોએ ફિલ્મી ઢબે બંદૂક અને ચપ્પુની અણીએ ચલાવી લૂંટ. pic.twitter.com/4P2pQQ9qKl
લૂંટ ચલાવતા પહેલાં આ ચાલાક શખ્સોએ ગ્રાહકોની જેમ પહેલાં ઓફિસની આગળના ભાગમાં બાઇક રાખી. વરસાદની સિઝન હોવાથી તેમણે રેઇનકોર્ટ પહેર્યો છે તેવું ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાકી રેઇનકોટ પહેરવાનો આશય ઓળખ છુપાવવાનો જ જણાતો હતો. આ શખ્સોએએ રેઇનકોટ્માં જ હથિયાર રાખ્યા હતા.
નકલી બંદૂક અસલી છરો સેકન્ડોમાં લૂંટ
જોકે, પેટ્રોલ પમ્પ કર્મચારીને તો સ્વપ્ને પણ કલ્પના નહીં હોય કે જે બંદૂક બતાડી અને આ શખ્સોએ લૂંટ ચલાવી છે તે બનાવટી બંદૂક હતી. જોકે, આ આરોપીઓ પકડાયા બાદ ડાંગ ડીએસપી રવિન્દ્રસિંહ જાડેજા આવી પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ કરી અને માહિતી આપી હતી. પોલીસે ત્યારબાદ તાપી પોલીસને સોંપવામાં આવી હતી.
બંને લૂંટારૂઓને પોલીસે પકડી અને તાપી જિલ્લા પોલીસના હવાલે કર્યા હતા.
લોકોની અવરજવર બંધ થઈ અને છરોને ઘસી ગયા
કાળા કલરની પલ્સર લઈને આવેલા આ બે લૂંટારૂઓએ લોકોની અવરજવર જેવી ઘટી કે બંદૂક અને ચપ્પુની અણીએ દીન દહાડે લૂંટ ચલાવી હતી. લૂંટારૂ પૈકીના એકના હાથમાં છરો હતો જ્યારે એક પાસે બંદૂક હતી. પેટ્રોલ પમ્પના કર્મચારીઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ એ વખતે સવારનો સમય હતો અને કલેક્શનના 94,000 રૂપિયા ગલ્લામાં હતા જેની લૂંટ ચલાવી હતી.
આ આરોપીઓએ અગાઉ બે જેટલી લૂંટને અંજામ આપ્યો હતો ત્યારે આજ મોડ્સ ઓપરેન્ડીથી ત્રીજી લૂંટને અંજામ આપ્યો હતો પરંતુ ત્રીજી લૂંટ કરીને ફરાર થયા અને પોલીસ સાથે ભેટો થઈ ગયો હતો. આમ આ લૂંટારૂઓના કાળા કામોનો અંત આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર