Home /News /south-gujarat /

તાપી : પેટ્રોલ પમ્પમાં લૂંટનો CCTV Video, માયપુરમાં છરો-બંદૂક બતાવી ફિલ્મી ઢબે થઈ લૂંટ

તાપી : પેટ્રોલ પમ્પમાં લૂંટનો CCTV Video, માયપુરમાં છરો-બંદૂક બતાવી ફિલ્મી ઢબે થઈ લૂંટ

માયપુરમાં એસ્સારના પમ્પમાં રેઇનકોટ પહેરીને આવેલા શખ્સોએ ચલાવી લૂંટ

Tapi Petrol Pump Loot CCTV Video : વ્યારાના માયપુર પાસે સુરત ધુલિયા હાઇવે પરના એસ્સાર પેટ્રોલ પમ્પ પર બાઇક સવાર લૂંટારૂંએ લૂંટ ચલાવી જુઓ વીડિયો

    તાપી : ગુજરાતમાં ગુનેગારોને પોલીસનો (Police) ડર ન રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. ગુનેગારો ધોળે દિવસે લૂંટ (Crime) (Loot), હત્યા, હત્યાના પ્રયાસ જેવી ગુનાઓન બેખોફ અંજામ આપી રહ્યા છે. દરમિયાન આજે રાજ્યના તાપી (Tapi) જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી. તાપીમાં વ્યારાના (vyara) માયપુરમાં (Mayapur) પેટ્રોલપમ્પમાં (Petrol Pump loot in Tapi Mayapur) ધોળે દિવસે લૂંટારૂઓ આવ્યા અને છરો અને બંદૂક બતાવી અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. આ ઘટના સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ છે.

    બનાવની વિગતો એવી છે કે આજે સવારે વ્યારા જિલ્લામાં આવેલા માયપુર પાસે પેટ્રોલ પમ્પમાં લૂંટની ઘટના સામે આવી છે. વ્યારાના માયપુર પાસે સુરત-ધુલિયા હાઇવે પરનાં એસ્સાર પેટ્રોલપમ્પ પર બાઇક સવાર બે લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. પહેલાં તો આ લૂંટારૂઓ રેઇનકોટ પહેરીને આવ્યા અને ગ્રાહકના સ્વાંગમાં જ આવ્યા હતા.

    આ પણ વાંચો :  અરવલ્લી : વિધર્મી યુવક ધનસુરાની યુવતીને ઉઠાવી ગયો, 'અપહરણ' પહેલાં માર મારતો CCTV Viral

    લૂંટ ચલાવતા પહેલાં આ ચાલાક શખ્સોએ ગ્રાહકોની જેમ પહેલાં ઓફિસની આગળના ભાગમાં બાઇક રાખી. વરસાદની સિઝન હોવાથી તેમણે રેઇનકોર્ટ પહેર્યો છે તેવું ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે બાકી રેઇનકોટ પહેરવાનો આશય ઓળખ છુપાવવાનો જ જણાતો હતો. આ શખ્સોએએ રેઇનકોટ્માં જ હથિયાર રાખ્યા હતા.



    કાળા કલરની પલ્સર લઈને આવેલા આ બે લૂંટારૂઓએ લોકોની અવરજવર જેવી ઘટી કે બંદૂક અને ચપ્પુની અણીએ દીન દહાડે લૂંટ ચલાવી હતી. લૂંટારૂ પૈકીના એકના હાથમાં છરો હતો જ્યારે એક પાસે બંદૂક હતી. પેટ્રોલ પમ્પના કર્મચારીઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ એ વખતે સવારનો સમય હતો અને કલેક્શનના 94,000 રૂપિયા ગલ્લામાં હતા જેની લૂંટ ચલાવી હતી.

    આ પણ વાંચો :  વડોદરા : કેનાલ પાસે પ્રેમી સાથે બેઠેલી સગીરાને ધમકાવી GRD જવાને આચર્યું દુષ્કર્મ, 4 ઝડપાયા

    પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓની ઓળખ શરૂ કરી છે ત્યારે રાજ્યના સરહદી તાપીમાં સુરત-ધુલિયા જેવા ધમધમતાં હાઇવે પર થયેલી લૂંટના પગલે ચકચાર છે. જોકે, પેટ્રોલ પમ્પ પર લૂંટ કરનારા આ શખ્સોએ અગાઉ રેકી કરી હતી કે કેમ વગેરે જેવી બાબતો તપાસના અંતે જ જાણી શકાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: CCTV Video, Loot, Tapi, Vyara, દક્ષિણ ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन