Home /News /south-gujarat /

Surat Crime: મહિલાને રિક્ષાચાલકની ધમકી- તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકીશ

Surat Crime: મહિલાને રિક્ષાચાલકની ધમકી- તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકીશ

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે.

સુરતના કોટ વિસ્તાર લાલગેટ ખાતે રહેતા મહિલા પોતાના ઘરની નીચે જ આવેલી દવાની દુકાન સંભાળે છે. એકની એક પુત્રીને વિદેશમાં પરણાવનાર મહિલાનો છેલ્લા ચાર મહિનાથી રીક્ષા ચાલક પીછો કરતો હતો. દુકાન પાસેથી પસાર થતો રીક્ષા ચાલક ગંદા ઈશારા કરતો તેમજ મહિલા બહાર નીકળે ત્યારે પીછો કરી પાછળથી પથ્થર ફેંકી ગાળ આપી વાત કેમ કરતી નથી તેવું પૂછી હેરાન કરતો હતો

વધુ જુઓ ...
સુરત (Surat)માં મહિલાઓની છેડતીની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતાં પોલીસ (Lal Gate Police) દોડતી થઇ જવા પામી હતી. સુરતના લાલ ગેટ વિસ્તાર ખાતે રહેતી અને દવાની દુકાનમાં નોકરી કરતી મહિલાને છેલ્લા ચાર મહિનાથી રિક્ષાચાલક હેરાન કરી રહ્યો હતો. દુકાન પાસેથી પસાર થતી વેળાએ આ રિક્ષાચાલક મહિલાને ગંદા ઈશારા કરતો હતો. જોકે આ દરમિયાન રવિવારના રોજ પીછો કરી મહિલાને પૂછ્યું હતું કે, તું આટલો ભાવ કેમ ખાય છે, તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકી મારી નાંખીશ. આવી ધમકીથી કંટાળી મહિલાએ ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે તેના માટે પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે. અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાયદાનો સકંજો કસવામાં નિષ્ફળ નીવડી છે. જેને લઇને અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે અને લોકોને હેરાન કરતા હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે સુરત લાલ ગેટ વિસ્તારમાં એક રિક્ષાચાલકે મહિલા પર એસિડ એટેક કરવાની ધમકી આપવાનો મામલો પોલીસ મથકે પહોંચતાં પોલીસે આ મામલે ગંભીરતા દાખવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- વિદેશમાં નોકરીની લાલચે લાખોનો ચૂનો ચોપડ્યો

સુરતના કોટ વિસ્તાર લાલગેટ ખાતે રહેતા મહિલા પોતાના ઘરની નીચે જ આવેલી દવાની દુકાન સંભાળે છે. એકની એક પુત્રીને વિદેશમાં પરણાવનાર મહિલાનો છેલ્લા ચાર મહિનાથી રીક્ષા ચાલક પીછો કરતો હતો. દુકાન પાસેથી પસાર થતો રીક્ષા ચાલક ગંદા ઈશારા કરતો તેમજ મહિલા બહાર નીકળે ત્યારે પીછો કરી પાછળથી પથ્થર ફેંકી ગાળ આપી વાત કેમ કરતી નથી તેવું પૂછી હેરાન કરતો હતો. જોકે, મહિલા બદનામીના ડરે આ અંગે કોઈને વાત કરી નહોતી.

આ પણ વાંચો- 'તને બહુ ચરબી ચડી છે, અહીં જ ચીરી નાંખીશ, તારા પર રેપ કરીશ,'

જોકે થોડા દિવસ પહેલા આ મહિલા નજીકમાં રહેતા સાસુના ઘરે ચાલતા જતા હતા ત્યારે રીક્ષા ચાલકે પીછો કરી રીક્ષા ઉભી રાખી પૂછ્યું હતું કે, તું આટલો ભાવ કેમ ખાય છે? મારી સાથે વાત કેમ કરતી નથી? તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકી મારી નાંખીશ. આ ધમકી આપી તે ચાલ્યો ગયો હતો. બાદમાં બપોરે એક વાગ્યે આ યુવકે એસિડ નાંખી મહિલાને મારી નાખવાની ધમકી આપતા આખરે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીર દાખવી આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime Latest News, Surat crime Surat News, Surat police

આગામી સમાચાર