તાપીઃ પતિના જ મિત્રએ ઘરમાં એકલી રહેલી મિત્રની પત્ની સાથે આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

એક ગામમાં પતિની ગેરહાજરીમાં ઘરે આવેલા પતિના મિત્રએ જ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

 • Share this:
  તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં દુષ્કર્મ અને છેડતીના બનાવોમાં વધારો થતો રહ્યો હોય, એક ગામમાં પતિની ગેરહાજરીમાં ઘરે આવેલા પતિના મિત્રએ જ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

  ડોલવણ તાલુકામાં બળાત્કાના કિસ્સાઓમાં દિન-પ્રતિદિન વધારો થતો રહ્યો છે. સગીર વયની બાળાઓ યુવતીઓ, પરિણીતાઓ વારંવાર દુષ્કર્મનો ભોગ બની રહી છે. ડોલવણ તાલુકામાં પાલાવાડીના રહેવાસી અને હાલમાં ઉમરવાવ નજીક ગામે રહી છોટા હાથી ટેમ્પો ચાલવતા કલ્પેશ ચંદુ ચૌધરી તેના મિત્રના ઘરે અવર જવર કરતો રહેતો હોવાથી મિત્રની પત્ની પણ તેને જાણીતી હતી. પરંતુ પતિ સુરત ખાતે કામ અર્થે રહેતા હોય, તે દરમિયાન તા. 16મીના રોજ સાસુ-સસરા પણ હાજર ન હોવાથી તેણી એકલી હતી.

  તે દરમિયાન કલ્પેશ ચૌધરીએ મિત્રના ઘરમાં ઘુસી તેની પત્ની સાથે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના અંગે જો પતિ કે અન્યને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી પરિણીતાને આપી હતી.

  જોકે, બનાવ અંગે પરિણીતાએ પતિને જાણ કરતા તા. 24ના રોજ ડોલવણ પોલીસ મથકેનરાધમ સામે કાયદેસરની ફરિયાદ કરી હતી. જો કે પરિણીતાની ફરિયાદના આધારે વધુ તપાસ પો.સ.ઇ.કે.એમ.છાસિયા કરી રહ્યા છે.
  Published by:ankit patel
  First published: