Home /News /south-gujarat /

જાણો કોંગ્રેસની જીત માટે નિશ્ચિત મનાતી વ્યારા બેઠકનો કેવો છે ચિતાર

જાણો કોંગ્રેસની જીત માટે નિશ્ચિત મનાતી વ્યારા બેઠકનો કેવો છે ચિતાર

2017ના આંકડા પ્રમાણે વ્યારાવિધાનસભા બેઠક પર ફુલ 2,22,629 મતદારો છે. જેમાં 1,08,687 પુરુષ મતદારો, 1,13,942 સ્ત્રી મતદારો છે.

તાપી જિલ્લાની બે વિધાનસભા પૈકી 171 વ્યારા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે છેલ્લા ચાર ટર્મથી આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો છે.

  વ્યારા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનું નગર તેમ જ વ્યારા તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા નગરનું શાસન નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. ઇ.સ. 1721 થી 1949 દરમિયાન વ્યારા ગાયકવાડના શાસન હેઠળ બરોડા રાજ્યમાં આવતું હતું, તેમજ આ વિસ્તાર ઇ.સ. 1781 દરમિયાન વાંસદા રજવાડા હેઠળ પણ હતો. 10 જૂન 1948ના રોજ તે ભારત સંઘમાં ભળી ગયું હતું. અહીં મુખ્ય વ્યવસાય ખેતી છે.

  આ સાથે જ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી વ્યારા 171 નંબરની બેઠક છે. તાપી- ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પૈકી તાપીના ફાળે 2 વિધાનસભા બેઠકો જાય છે. જેમાંની એક વ્યારા વિધાનસભા બેઠક છે. આ વિધાનસભા 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2012માં પ્રથમ વખત વ્યારા વિધાનસભા સીટ માટે ચૂંટણીઓ યોજાઈ હતી. આ બેઠક અંતર્ગત વ્યારા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. અહીં મોટાભાગે લોકો શિક્ષિત છે. વ્યારા નગરપાલિકાના સાત વોર્ડ વ્યારા વિધાનસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે.

  બેઠકની ખાસીયતો-

  વ્યારા વિધાનસભા બેઠકમાં સારા રસ્તાઓ, પાણીની સુવિધા, રમતના મેદાન, પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ, અર્બન હેલ્થ સેન્ટર, સરકારી તેમજ ટ્રસ્ટની શાળાઓ ઉપલબ્ધ છે. વ્યારા વિધાનસભા મતક્ષેત્રમાં ડોલવણ ખાતે ઇકો ટુરિઝમ, વ્યારાનો ગાયકવાડી કિલ્લો આવેલો છે, ખાણીપીણી માટે પ્રખ્યાત અહીંયા, નાગલીના રોટલા, પાપડ તથા નાગલીમાંથી બનતી વાનગીઓ અહી પ્રખ્યાત છે. સાથે ફાસ્ટફૂડ, ચા, સોડા, મીઠાઈ, ફરસાણ વગેરે પ્રખ્યાત છે. અહીંના લોકો દરેક તહેવાર ઉત્સાહથી ઉજવે છે.

  મતદારો-

  2017ના આંકડા પ્રમાણે વ્યારાવિધાનસભા બેઠક પર ફુલ 2,22,629 મતદારો છે. જેમાં 1,08,687 પુરુષ મતદારો, 1,13,942 સ્ત્રી મતદારો છે.

  જાતિગત સમીકરણ-

  આ બેઠક જાતિ અને આર્થિક સમીકરણ જોઇએ તો વ્યારા મતક્ષેત્ર શહેરી વિસ્તાર હોવાથી અહીં જાતિગત સમીકરણ ઓછા અને આર્થિક સમીકરણ વધુ કામ કરે છે. આ વિસ્તારમાં આદિવાસી કોમ્યુનિટી વધુ છે. પરંતુ આર્થિક સંપન્ન લોકો વધુ છે. જે વ્યવસાયિક અને શાંતિપ્રિય છે. આ વિધાનસભા બેઠકમાં ST/SC જાતિ અને ગરીબી આ ક્ષેત્રમાં ઓછી જોવા મળે છે.

  રાજકીય સમીકરણ-

  તાપી જિલ્લાની બે વિધાનસભા પૈકી 171 વ્યારા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે છેલ્લા ચાર ટર્મથી આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો છે. હાલના ધારાસભ્ય તરીકે કૉંગ્રેસના પુનાજી ગામીત છે જેઓ વ્યારા વિધાનસભા બેઠક પરથી છેલ્લી ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જેઓ મૂળ ગામ કરંજવેલ તા,વ્યારા જી.તાપીના વતની છે. તેઓ અત્યાર સુધી કોઈ પણ વિવાદમાં આવ્યા નથી. તેઓ એ 2012ની ચૂંટણીમાં ભાજપના પ્રતાપભાઈ ગામીતને 13,556 મતે હરાવી વિજેતા થયા હતાં.

  2012ની ચૂંટણીમાં કોંગ્રેસના પુનાજી ગામીતને કુલ 73,138 મતો મળ્યા હતાં. જયારે ભાજપના પ્રતાપભાઈ ગામીતને કુલ 59,582 મતો મળ્યા હતાં. ગત ચૂંટણીઓની વાત કરીયે તો 2012માં પુનાજી ગામીત ભાજપના પ્રતાપભાઈ ગામીતને 13,556 મતે હરાવી વિજેતા થયા હતાં. જયારે 2007માં કોંગ્રેસના પુનાજી ગામીત ભાજપના પ્રતાપભાઈ ગામીતને 17,472 મતે હરાવી વિજેતા થયા હતાં. જયારે 2004ની પેટા ચૂંટણીમાં તેઓએ ભાજપના પ્રતાપભાઈ ગામીતને 13,719 મતે હરાવી વિજેતા થયાં હતાં. જયારે ગત 2017ની ચૂંટણીમાં પુનાજી ગામીતને 88,576 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ ચૌધરીને 64,162 મત મળ્યાં હતાં.

  હાર-જીતના સમીકરણ-


  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017ગામિત પુનાભાઈઆઈએનસી
  2012ગામિત પુનાભાઈઆઈએનસી
  2007ગામિત પુનાભાઈઆઈએનસી
  2004ગામિત પુનાભાઈઆઈએનસી
  2002ચૌધરી તુષારભાઈઆઈએનસી
  1998ગામિત પ્રતાપભાઈઆઈએનસી
  1995ગામિત પ્રતાપભાઈઆઈએનડી
  1990ચૌધરી અમરસિંહઆઈએનડી
  1985ચૌધરી અમરસિંહઆઈએનસી
  1980ચૌધરી અમરસિંહઆઈએનસી
  1975ચૌધરી અમરસિંહઆઈએનસી
  1972ચૌધરી અમરસિંહઆઈએનસી
  1967બી એસ ગામિતઆઈએનસી
  1962ચૌધરી પૃથ્વીરાજઆઈએનસી

  ગુજરાતની વ્યારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પુનાભાઈ ધેડાભાઈનો વિજય થયો હતો. તેમને ચૂંટણીમાં 88,576 વોટ મળ્યા હતા. તેમણે ભાજપના ચૌધરી અરવિંદભાઈ રમસીભાઈને 24,414 મતોના જંગી માર્જિનથી હરાવ્યા હતા. લોકોએ ભાજપના ઉમેદવારને 64162 મત આપ્યા હતા.

  વ્યારા બેઠક પર ગત ચૂંટણીમાં પૂનભાઈ ધેડાભાઈ ગામીતનો વિજય થયો હતો. તેમણે તેમના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર પ્રતાપભાઈ બાબુભાઈ ગામીતને લગભગ 14,000 મતોની સરસાઈથી હરાવ્યા હતા. પ્રતાપભાઈ સતત ચાર ચૂંટણી હારી ગયા અને તેમના સ્થાને ભાજપે અરવિંદભાઈને તક આપી હતી.

  શું આદિવાસી ઝૂકાવ લાવશે બદલાવ-

  વ્યારા કોંગ્રેસનો ગઢ ગણાય છે. જેથી વ્યારા વિધાનસભા બેઠકખૂબ મહત્વની છે. વ્યારા નગરપાલિકાની ચૂંટણી ગત વર્ષ યોજાઈ ગઈ તેમાં કોંગ્રેસને ભાજપ કરતાં વધુ મત મળ્યા હતાં. મહત્વની વાત એ હતી કોંગ્રેસના ઉમેદવાર કરતાં ભાજપનાં ઉમેદવારને વધુ મત હતાં. વ્યારાએ આદિવાસી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જેથી આદિવાસીઓની ઝુકાવ કોંગ્રેસ તરફી રહેશે. અન્ય જ્ઞાતિના લોકોમાં માળી, અનુસૂચિત જાતિ, રાણા, રબારી, લુહાર-સુથાર, ભાવસાર, જૈનો વગેરેનો ઝુકાવ કઈ તરફ રહે છે, તેના પર 2022ની ચૂંટણીનો આધાર રહેશે. આદિવાસીનો ગઢ વ્યારા કોંગ્રેસ જ જીતતું આવ્યું છે અને હવે 2022માં પણ કોંગ્રેસની જીત નિશ્રિત થશે તેવું રાજકીય પંડિતો માની રહ્યાં છે.

  વિવાદ-

  વ્યારા ખાતે આદિવાસી સમાજે તાપી પાર રિવર લિંક યોજનાનો વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને રેલી કાઢી અને તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ મંત્રી તુષાર ચૌધરી પણ આ રેલીમાં હાજર રહયા હતા. દક્ષિણ ગજરાતના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહયા હતા. જે મુદ્દે દક્ષિણ ગુજરાતનાં આદિવાસી સંગઠનોની લડત આખરે રંગ લાવી છે. આખરે કેન્દ્ર સરકાર દ્વારા પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી.

  વ્યારા બેઠક પર મતદારોની માંગ અને સમસ્યા-

  આ વિસ્તારની મોટી દુવિધા એ છે કે આ વિસ્તારમાં મોટા પાયે બેરોજગાર યુવાનો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં કોઈ ઇન્ડસ્ટ્રી અથવા મોટી મોટી કંપનીઓ ન હોવાને કારણે યુવાનોનું ભવિષ્ય અંધારામાં છે.

  વ્યારા વિધાનસભા બેઠકના લોકોની અપેક્ષાઓની વાત કરીએ તો અહીંના લોકો ખેતી પર નિર્ભર રહે છે. વ્યક્તિ સ્વાતંત્ર્યમાં વધુ માને છે. વિસ્તારનો આર્થિક વિકાસ થાય તેવુ પ્રજા ઈચ્છે છે. રમતક્ષેત્રે યુવાનો આગળ વધે, ઉચ્ચ વિદ્યાભ્યાસ માટે તકો વધારવામાં આવે તો સારુ રહે તેવું તેમનું માનવું છે.

  એમ તો વ્યારા વિસ્તાર એ તાપી જિલ્લાનો મુખ્ય સુવિધા ધરાવતો વિસ્તાર ગણાય છે, પણ હવે તેની આજુબાજુનો વિસ્તાર વધુ પોશ થઈ ગયો છે. વર્ષો પહેલા વ્યારા ગામ હતું, તેની આજુબાજુનો વિસ્તાર વધુ ડેવલપ થયો છે. હાલમાં તાપી નર્મદા રિવર લિંક યોજના રદ કરાઇ છે. શ્વેત પત્ર માગણી સાથે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને ભાજપ માટે વિધાનસભા 2022માં આ બેઠક મોટી સમસ્યારુપ બની શકે તેમ છે.  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર |
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Tapi, Vyara

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन