Home /News /south-gujarat /Video: તાપી નેશનલ હાઇવે પર સિંગતેલ ભરેલું ટેન્કર પલટ્યું, લોકોની પડાપડી

Video: તાપી નેશનલ હાઇવે પર સિંગતેલ ભરેલું ટેન્કર પલટ્યું, લોકોની પડાપડી

તાપી નેશનલ હાઇવે પાસે આવેલા ઉચ્છલ ગામ પાસે કાચા સિંગતેલથી ભરેલું ટેન્કર પલટી ખાઇ ગયું હતું.

આ જોતા આસપાસનાં ગામ લોકો તેલ ભરી ભરીને પોતાને ઘરે લઇ ગયા હતાં.

નરેન્દ્ર ભુવેચિત્રા, તાપી: તાપી નેશનલ હાઇવે નંબર 53 પર ઉચ્છલનાં ભડભુજા ગામ પાસે ટેન્કર ચાલકે સ્ટિયરીંગ પર કાબુ ગુમાવતા કાચુ સિંગતેલ રસ્તા પર ઢોળાઇ ગયું હતું. આ જોતા આસપાસનાં ગામ લોકો તેલ ભરી ભરીને પોતાને ઘરે લઇ ગયા હતાં. આ અકસ્માતમાં કોઇ જાનહાની નથી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે તાપી નેશનલ હાઇવે પાસે આવેલા ઉચ્છલ ગામ પાસે કાચા સિંગતેલથી ભરેલું ટેન્કર પલટી ખાઇ ગયું હતું. જેના કારણે રસ્તા પર કાચા સિંગતેલની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. આ ઢોળાતા તેલને લેવા માટે સ્થાનિકોની પડાપડી થઇ ગઇ હતી. લોકો વાસણો ભરી ભરીને સિંગતેલ લઇ જતા હતાં. આ અકસ્માતને કારણે રસ્તા પર થોડો ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. જોકે આ સદનસીબે આ અકસ્માતમાં કોઇને પણ જાનહાની થઇ નથી. ટેન્કરનાં ડ્રાઇવર અને ક્લિનરને પણ કોઇ હાની થઇ નથી.

મહત્વનું છે કે પહેલા પણ આવો બનાવ બન્યો હતો. વ્યારા નેશનલ હાઈવે પરના માયાપુર ગામની સીમમાં સિંગતેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. જેના કારણે તેલની નદીઓ વહેતી થઈ હતી. તેલ લેવા માટે આજુબાજુના લોકોએ ભારે પડાપડી કરી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો અદ્ભુત બચાવ થયો હતો.
First published:

Tags: Tapi, અકસ્માત, ગુજરાત