ન્યૂઝ18ગુજરાતીઃ તાપી જિલ્લામાં એક કમ્પાઉન્ડરે પોતાની પ્રેમીકા સાથે અંગતપળો માણીને વીડિયો વાયરલ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પ્રેમીકાએ પ્રેમી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ગુનો નોંધા વધુ કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબલી ગામે રહેતા રોહિત સુરેશભાઇ ગામીત કતારગામની ધ્વનિ સર્જિકલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. હોરિતને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધ હતો. યુવતી પીપલોદના એક મોલમાં નોકરી કરે છે.
લગ્નની લાલચ આપી ફોસલાવી રોહિતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. દરમિયાન મહિના પહેલાં પ્રેમિકાને હોસ્પિટલમાં બોલાવી અહીં એક રૂમમાં શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. રોહિતે અતરંગ પળો ચોરીછૂપીથી મોબાઇલના કેમેરામાં કેદ કરી દીધી હતી. ત્યારબાદ તે વારંવાર હોસ્પિટલમાં પ્રેમિકા સાથે સંબંધ બાંધતો હતો.
દરમિયાન પ્રેમિકાએ લગ્ન કરવાની વાત કરી તો રોહિતે આ વીડિયો બતાવી તેણીને ધમકાવી હતી. 'જો લગ્ન કરવાની વત કરશે તો ફેસબુક અને વ્હોટ્સએપાં આ વીડિયો વાયરલ કરી દઇશ.' એવી પણ તે ધકમી આપતો હતો.
આ રીતે બ્લેકમેલ કરી લગ્ન ટાળતા રોહિતે વીડિયો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધો હતો. જેથી બદનામી થતાં પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું. કતારગામ પોલીસે દુષ્કર્મ અને આઇટી એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર