Home /News /south-gujarat /તાપી : પ્રેમી સાથે જતી 14 વર્ષની સગીરાનું અકસ્માતમાં મોત, 5 માસનો હતો ગર્ભ

તાપી : પ્રેમી સાથે જતી 14 વર્ષની સગીરાનું અકસ્માતમાં મોત, 5 માસનો હતો ગર્ભ

પ્રતિકાત્મક તસવીર

યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ન્યૂઝ18 ગુજરાતી : તાપીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાપીનાં ડોલવણનાં એક ગામની 14 વર્ષની સગીર દીકરી તેના પ્રેમી સાથે બાઇક પર જતી હતી ત્યારે જ અકસ્માત નડતા મોત નીપજ્યું છે. આ સગીરાનાં પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં રહેતો રાકેશ પ્રવિણભાઇ ગામીતનો એક વર્ષ પહેલા તાલુકાના એક ગામની 14 વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે સગીરા નાની ઉંમરમાં જ ગર્ભવતી થઇ હતી.

યુવક બુધવારે સગીરાને બાઈક પર બેસાડીને વાંકલા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન વાંકલા ગામના સીમમાં બાઈક ઝાડ સાથે અથડાતા અકસ્માત નીપજ્યો હતો. જેમાં સગીરાને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે તાત્કાલિક ગડત હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અહીંનાં ડોક્ટોરે તેને સુરત લઇ જવા જણાવ્યું હતું તેને સુરત ખસેડવામાં આવી હતી. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય, આજથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સગીરાની સારવાર દરમિયાનની તપાસ દરમિયાન તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. જેની પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી યુવક રાકેશ ગામીત વિરુદ્ધ સગીરાના પિતાની ફરિયાદ આધારે પોકસો એકટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Love, Tapi, અકસ્માત, સુરત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો