Home /News /south-gujarat /તાપી: જમવા બાબતે ઝઘડો થતાં પિતાએ કુહાડીનાં ઘા ઝીંકી પુત્રની હત્યા કરી

તાપી: જમવા બાબતે ઝઘડો થતાં પિતાએ કુહાડીનાં ઘા ઝીંકી પુત્રની હત્યા કરી

પોલીસ તપાસ ચાલી રહી છે.

પુત્રએ જમવાનું ચૂલામાં ફેંકી દેતાં રોષે ભરાયેલા પિતાએ કુહાડાના ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખી હતી.

નરેન્દ્ર ભુવછેત્રા, તાપી : વ્યારા તાલુકાનાં ઘાટા ગામના દગડી ફળિયામાં પિતાએ મારીને પુત્રનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઇ હતી. પુત્રએ જમવાનું ચૂલામાં ફેંકી દેતાં રોષે ભરાયેલા પિતાએ કુહાડાના ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

બપોરે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો 

આ મામલે મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાનાં ઘાટા ગામના દગડી ફળિયામાં રહેતા ગામજી હનિયા ગામિત ગુરુવારના રોજ બપોરે બે વાગ્યાના સુમારે પોતાના ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારે તેના પુત્ર મનેષ ગામિતે (ઉ.વર્ષ 30) પિતાના ભાગનું જમવાનું ચૂલામાં ફેંકી દીધું હતું. આથી બંને પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો : કોલકાતા : પત્નીના અનૈતિક સંબંધથી નારાજ પતિએ ત્રણ પાડીશોનો જીવ લીધો

પત્નીની સામે જ કરી પુત્રની હત્યા

જે તે સમયે પરિવારવાળાએ બંનેને છૂટા પાડી વધુ ઝઘડો કરતાં રોક્યા હતા. જે બાદ રાતનાં આઠ વાગ્યાથી બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે 6.00 વાગ્યા દરમિયાન આ વાતની અદાવત રાખી પિતા ગામજી ગામિતે ઘરમાં મુકેલ કુહાડો લઈ પોતાના સગા પુત્ર મનેષના માથા તેમજ જમણા હાથ પર ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ સાથે પત્ની લીલાબેન ગામિતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પત્નીએ નોંધાવી ફરિયાદ

ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી લીલાબેન ગમાભાઈ ગામીતની ફરીયાદના આધારે કાકરાપાર પોલીસ મથકે હત્યારા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરાંત આઇપીસી કલમ 302,506(2) મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Tapi, Vyara, ગુજરાત, ગુનો, હત્યા