તાપી જિલ્લામાં સારા વરસાદથી ધરતીપુત્રો ખુશ, શરૂ કરી વાવણી

  • Share this:
    તાપી જિલ્લામાં વાવણી લાયક વરસાદને પગલે કેટલાક ખેડૂતો વાવણીમાં જોતરાયા છે, અને આવનાર દિવસોમાં આવોજ વરસાદ વરસશે તેવા આશા સેવા રહ્યા છે, તાપી જિલ્લા સહિત ઉપરવાસ માં પણ સારો એવો વરસાદ વરસ્યો છે , જેને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ બંધમાં પણ નવા નીર આવ્યા છે.

    આદિવાસી બહુલતા ધરાવતા તાપી જીલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ત્યારે છેલ્લા દિવસોમાં પડેલા વરસાદને પગલે ખેડૂતો ડાંગર ,તુવેર જેવા પાકોની વાવણી શરૂ કરી છે. ગત વર્ષની વાત કરીએ તો 1873 હેકટર જેટલું જ વાવેતર થયું હતું જેની સામે આ વર્ષે 2293 હેકટર વાવેતર થયું છે, આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 400 હેકટર જેટલું વધુ વાવેતર થયું છે.

    ઉપરવાસમાંથી પાણીની આવકને લીધે દક્ષિણ ગુજરાતના ખેડૂતો રાહત અનુભવી રહ્યાં છે. વાવણીને લઇને ખેડૂતો સહિત લોકો પણ આનંદ અનુભવી રહ્યા છે ત્યારે ભારતમાં આ વર્ષે પણ સારો વરસાદ પડે એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. તાપીના ખેડૂત નિલેશ ચૌધરીનું કહેવું છે કે હાલ તાપી જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઇ ગયો છે, જેથી અમે ખેતીકામમાં જોતરાયા છે. તો ખેતીવાડી અધિકારી એસ બી ગામીતે જણાવ્યું કે જિલ્લામાં મુખ્ય પાક ડાંગર છે, અત્યાર સુધીમાં 2000 હેક્ટર સુધીનું વાવેતર થઇ ચૂક્યું છે.
    First published: