નરેન્દ્ર ભુવેચીત્રા, તાપી: ગુજરાતમાં ઠેરઠેર ડીએપી ખાતરની બોરીમાં વજન ઓછું આવવાની બુમ પડી રહી છે ત્યારે સમગ્ર ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે. બીજી તરફ આ અંગે સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. રાજ્યના દરેક સેન્ટરો ઉપર સરદાર ડીએપીનું વેચાણ હાલ પુરતું બંધ કરવામાં આવ્યું છે. સાથે સાથે સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતના જેતપુરમાં ગુરુવારે જીએસએફસી સરદારના ડીએપી ખાતરની 50 કિલોની બેગમાં 500 ગ્રામ સુધીનો ઘટાડો નોંધાયો હતો. તેને પગલે સમગ્ર રાજ્યમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈ તાત્કાલિક હરકતમાં આવેલ વિભાગે રાજ્યના દરેક સેન્ટરો પર સરદાર ડીએપીનું વેચાણ હાલ પૂરતા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અને તપાસ શરુ કરી છે, જેને લઈ તાપી જિલ્લામાં પણ ડિઍપીનું વેચાણ બંધ થતા ખેડૂતોને ભારે અગવડતા પડી રહી છે.
જીએસએફસી ફર્ટિલાઇઝરના સરદારનું ડીએપીના ખાતરની 50 કિલોની ગુણોનું વજનમાં 500 ગ્રામ સુધીનો ઘટાદાનુ રાજ્યવ્યાપી કૌભાંડ ગતરોજ બહાર આવ્યું હતું. જેને પગલે તુરંત સરકારી વિભાગ હરકતમાં આવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. અને હાલ પૂરતો સરદાર ડિઍપીના વેચાણ ને અટકાવ્યું છે .
સરકારના આ નિર્ણયને પગલે તાપી જિલ્લાના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે, કારણકે ડાંગરની રોપણી ની સીઝન ટાણે ઉભા થયેલા આ સંકટ સમયે ડીએપી નું વેચાણ બંધ થતા ખેડૂતોને આર્થિક નુકશાન થઇ શકે તેમ તેઓ જણાવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર