Home /News /south-gujarat /કોંગ્રેસના નેતાની હત્યા માટે 1 કરોડની સોપારીનો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ, પોલીસ તપાસ શરૂ
કોંગ્રેસના નેતાની હત્યા માટે 1 કરોડની સોપારીનો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ, પોલીસ તપાસ શરૂ
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હત્યાની સોપારી આપવાની તૈયારીના મેસેજથી સમગ્ર પ્રદેશમા સનસની મચી ગઈ છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને માજી સાંસદ મોહન ડેલકરની હત્યા માટે રૂપિયા એક કરોડની
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હત્યાની સોપારી આપવાની તૈયારીના મેસેજથી સમગ્ર પ્રદેશમા સનસની મચી ગઈ છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને માજી સાંસદ મોહન ડેલકરની હત્યા માટે રૂપિયા એક કરોડની
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હત્યાની સોપારી આપવાની તૈયારીના મેસેજથી સમગ્ર પ્રદેશમા સનસની મચી ગઈ છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને માજી સાંસદ મોહન ડેલકરની હત્યા માટે રૂપિયા એક કરોડની સોપારી આપવા તૈયારના સોશિયલ મીડિયામા મેસેજ વાઇરલ થયા છે.
મહત્વપૂર્ણ છે કે આગામી 17 તારીખે પીએમ નરેન્દ્ર મોદી સેલવાસ આવી રહ્યા છે અને પીએમ ની મુલાકાત ના સમયે મોહન ડેલકર કોંગ્રેસ છોડી ભાજપ મા જોડાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોરદાર જોર પકડ્યું છે એવા સમયે ડેલકરની હત્યાની સોપારી આપવાની તૈયારીનો મેસેજ સેલવાસના એક વ્યક્તિના મોબાઇલ પર આવ્યો હતો.આ મેસેજ અંગે પોલીસ ને જાણ કરાતા સેલવાસ પોલીસ એ આ વાતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમા ધમકી નો મેસેજ મોકલનાર મોબાઇલ નમ્બર નુ સીમ કાર્ડ અગાઉ સેલવાસ થીજ ખરીદાયેલ હોવા નુ બહાર આવ્યું છે.
આ સીમકાર્ડ અત્યાર લામ્બા સમય સુધી બંધ હતુ અને હવે એક્ટિવેટ થયા બાદ મેસેજ મોકલવામા આવ્યો છે.ચોંકાવનારી વાત એ છે કેઆ ધમકીભર્યા મેસેજ મા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ભાજપ ના એક દિગ્ગજ નેતાના નામ નો પણ ઉલ્લેખ કરવા મા આવ્યો છે અને હત્યાની સોપારી ના વાત મા ભાજપના એ નેતા પણ સંમત હોવાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આથી આ સમગ્ર પ્રકરણ ને સેલવાસ પોલીસએ ગંભીરતાથી લીધુ છે અને મેસેજની સત્યતા સુધી પહોચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.જોકે મોહન ડેલકર એ હજુ સુધી આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નથી કરી પરંતુ પોલીસ ને જાણ થતા પોલીસ હવે તમામ દિશા મા તપાસ તેજ કરતા સમગ્ર પ્રદેશ મા ખડભડાટ મચી ગયો છે.