Home /News /south-gujarat /તાપી: ST બસની બ્રેક ફેલ થતા 12 વાહનનો કચ્ચરઘાણ, જુઓ CCTV

તાપી: ST બસની બ્રેક ફેલ થતા 12 વાહનનો કચ્ચરઘાણ, જુઓ CCTV

આ ઘટનામાં બસ ચાલકને ભારે ઇજા પહોંચી છે હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

આ ઘટનામાં બસ ચાલકને ભારે ઇજા પહોંચી છે હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

તાપી: આજે વહેલી સવારે સોનગઢ નજીક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. જોકે ડ્રાઇવરની સમય સુચકતાને કારણે કોઇ જ જાન હાની થઇ નથી. બસ ડ્રાઇવરની સમય સુચકતાથી તેણે બસને ડિવાઇડરની નીચે ઉતારી પાર્કિંગ એરિયામાં લઇ ગયો હતો જ્યાં પડેલા વિહિકલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં 12 વાહનોને ભારે નુક્શાન થયુ હતું.

મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આવેલા સોનગઢમાં માંડળ ટોપ પ્લાઝા પાસે વહેલી સવારે એસટી બસની બ્રેક ફેઇલ થઇ ગઈ હતી. જેના  પગલે એસટી બસે આશરે 12 જેટલા વાહનોને અડફેટે લીધા હતા.

સદનસિબે આ ઘટનાના પગલે કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યુ છે. જોકે, આ ઘટનામાં બસ ચાલકને ભારે ઇજા પહોંચી છે હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.





First published:

Tags: CCTV footage, Tapi, અકસ્માત