સોનગઢમાં 19 કરોડનું રેતી કૌભાંડઃ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત 5 સામે ગુનો નોંધાયો

 • Share this:
  નરેન્દ્ર ભુવચીત્ર, ન્યૂઝ18 ગુજરાતી

  તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઘાસિયામેઢા ખાતે આવેલ તનતાડીયા વિસ્તારમાં ગેરકાયેદેસર રેતીખનન ચાલતું હોવાની માહિતીના આધારે ગત 13મી જૂનના રોજ એસીબી ભરૂચ, વલસાડ, નવસારી અને તાપીની ટીમ પહોંચી હતી. રેતીખનનના ગેરકાયદે વેપલો જોઈ એસીબીની ટીમ પણ ચોકી ઉઠી હતી. એસીબી ગુનો નોંધી તપાસ હાથ ધરતા તાપી જિલ્લા ખાતે તત્કાલીન રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહીત 5 ઈસમોએ એક બીજાના મેળા પીપળામાં ગેરકાયેદસર રેતી ખનન પવૃત્તિ કરી 6 માસમાં અંદાજિત 18 કરોડની રેતી અને 1.08 કરોડ ની રોયલ્ટી ચોરી કરી હોવાનું બહાર આવતા આજરોજ તાપી એસીબી ખાતે તત્કાલીન રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહીત 2 લીઝ ધારકો મળીને કુલ્લે 06 વ્યક્તિ પર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  તાપી જિલ્લામાં કુદરતી ખજાનો ગેરકાયદેસર રીતે લુંટવાની ઘટના જાણે સામાન્ય થઇ ગઈ છે. સ્થાનિક પ્રસાશન દ્વારા આ બાબતે દુર્લક્ષ્ય સેવતા એસીબીની ટીમે રેડ કરવાની નોબત આવી હતી. જેના પગલે વિવિધ જિલ્લાની એસીબીની ટીમ દ્વારા ગત 13મી જૂને સોનગઢના ઘાસિયામેઢા ખાતે તીનતાડીયા વિસ્તારમાં ચેકીંગ ચાલુ કર્યું હતું. શરૂઆતમાં સ્થાનિક લોકોએ એસીબી સાથે કામગીરીમાં અડચણ ઉભું કરતા મામલો ગરમાયો હતો. જેન પગલે એસીબીની ટીમ દ્વારા તાપી જિલ્લા પોલીસ તંત્રને જાણ કરતા સ્થાનિક પોલીસ તંત્ર ઘટના સ્થળે આવી જતા મામલો વધુ વણસતા અટકી ગયો હતો. તાપી ભૂસ્તરની ટીમ દ્વારા ચેકીંગ બાદ આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન કરવાના પગલે કડક કામગીરી હાથ ધરી હતી.  ઘાસિયામેંઢા ગામેથી અંદાજિત 35 ટ્રકો, જેસીબી અને હિટાચી મશીન મળી 12 અને 15 જેટલી બોટ જપ્ત કરી હતી.જેનો મુદ્દામાલ 5 કરોડ થી પણ વધુ છે. ઉલ્લેખનીય છે કે આ ખનીજ માફિયાઓ છેલ્લા 6 માસથી સરકારને રોયલ્ટીનો ચૂનો ચોપડી રહ્યા હતા. હાલ તો ભૂસ્તર વિભાગે ખનીજમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. જે પકરણમાં તાપી એસીબી ખાતે ઇન્ચાર્જ મદદનીશ નિયામક એન. પી. ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી. આશરે છ માસના લાંબા સમયગાળા સુધી ધાસિયામેઢા ગામે રેતીખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે બજાર કિંમત એક ટન ના રૂ.500/- લેખે રૂપિયા 18,00,00,000 (રૂપિયા અઢાર કરોડ) રેતી ચોરી તથા એક ટન રેતીના રોયલ્ટીના રૂપિયા 40 લેખે રૂપિયા 1,08,00,000(રૂપિયા એક કરોડ આઠ લાખ)ની રોયલ્ટી ચોરીના કારણે સરકારને ખુબજ મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન તપાસ દરમિયાન જણાતું હોવાથી કર્યું હતું. જે અંગે નો ગુનો નોંધી ફોજદારી ગુનો કરેલ હોવાનું હાલ છ આરોપીઓ તથા તપાસમાં નીકળે તેઓ તમામ વિરુદ્ધમાં એન.પી.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતનાઓએ ફરિયાદ કરી હતી.

  આ આરોપીઓ ઝડપાયા

  ભાવેશભાઈ બાબુભાઇ કોરાટ તત્કાલીન રોયલ્ટી ઇન્સ્પેક્ટર,ભૂસ્તરવિજ્ઞાન અને ખાણખનિજ તાપી (રહે.14,ગુરુનંદનવિલા,નસરુદ્દીન ફાર્મ પાસે,દિશા પાલનપુર હાઇવે, બનાસકાંઠા,મૂળ રહે.બી.102,ગિરિરાજ રેસિડેન્સી,સરકારી કર્મચારી સોસાયટી,રૈયા ચોકડીપાસે,રાજકોટ)
  મનુભાઈ ગોમાભાઈ ચૌધરી (રહે,ધાસિયામેઢા, તા.સોનગઢ, જિ .તાપી)
  અર્જુનભાઇ ચીમનભાઈ ચૌધરી (રહે.કણજા, તા.સોનગઢ,જી.તાપી)
  બીપીનભાઈ ગુરજીભાઈ ગામીત (રહે.પીપળકુવા,તા.સોનગઢ, જિ .તાપી)
  રમેશભાઈ ઠાકોરભાઈ પટેલ (રહે.સુરત)
  ભગવાનભાઈ વલ્લભભાઈ ખૈની (રહે.50,લાભદેવ સોસાયટી ગામ ઉમરા,વેલંજા સુરત)
  First published: