આદીવાસી બહુમતીવાળા વ્યારા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપની પેનલની જીત

 • Share this:
  આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાની સૌથી મોટી માર્કેટ યાર્ડની ચૂંટણી બે મહિના પહેલા યોજાઈ હતી. જેમા પ્રથમવાર ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલનો વિજય થયો હતો. ત્યારે વ્યારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમા પ્રમુખ તરીકે પ્રવિણ ગામીત અને ઉપપ્રમુખ તરીકે જિતેન્દ્ર ઉપાધ્યાયની વરણી કરાઈ હતી.

  તાપી જિલ્લાની સૌથી મોટી ગણાતી વ્યારા માર્કેટ યાર્ડની ચૂંટણી બે માસ અગાવ કરવામાં આવી હતી, જેમાં પ્રથમવાર બીજેપી પ્રેરિત પરિવર્તન પેનલ નો વિજય થયો હતો, અને આજે એપીએમસી વ્યારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી જિલ્લા રજીસ્ટર નીઅધ્યક્ષતા માં કરવા માં આવી હતી.

  આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લા માં મોટે ભાગ ના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ત્યારે જિલ્લામાં સૌથી ગણાતી મોટી માર્કેટ યાર્ડ વ્યારાની ચૂંટણી ગત બે માસ અગાવ યોજાઈ હતી, જેમાં બીજેપી પ્રેરિત પરિવર્તન પેનલનો 61 વર્ષ બાદ વિજય થયો હતો, ત્યારે આજરોજ જિલ્લા રજીસ્ટરની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવા માં આવી હતી ,આ સભા દરમ્યાન પ્રમુખ તરીકે પ્રવીણ ગામીત અને ઉપ પ્રમુખ તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાયની વરણી બિનહરીફ થતા પરિવર્તન પેનલના સભ્યોએ જીત વધાવી લીધી હતી.

  વ્યારા માર્કેટ યાર્ડ પ્રમુખ પ્રવીણ ગામીતે જણાવ્યું કે, વ્યારા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં બીજેપી પ્રેરિત પરિવર્તન પેનલનો 61 વર્ષ બાદ વિજય થયો હતો 61 વર્ષ બાદ કોંગ્રેસ રાજ પૂરું થયુ છે.
  Published by:kiran mehta
  First published: