Home /News /south-gujarat /

Surat Crime: સુરતમાં મુંગા પશુ પર ઘાતકી હુમલો, બળદની પીઠમાં ખોસી નાંખી કુહાડી

Surat Crime: સુરતમાં મુંગા પશુ પર ઘાતકી હુમલો, બળદની પીઠમાં ખોસી નાંખી કુહાડી

 ફટકો એટલો જોરદાર હતો કે કુહાડી બળદની પીઠમાં જ રહી ગઇ હતી.

ઈચ્છાપોર પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. જો કે થોડા દિવસ પહેલા આજ વિસ્તારમાં એક ગાય માતા ઉપર એસિડ નાખી ગંભીર ઈજા પહોચાડવામાં આવી હતી. આ સમયે પણ પ્રાણી પ્રેમીઓ દ્વારા આ ગાયને સારવાર માટે ખસેડવામાં આવી હતી. સાથે સાથે ગાય માતા પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
સુરત (Srat)ના ભેંસાણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા એક બળદ (Attack an Ox) પર કોઈએ કુહાડી વડે ઘાતકી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી અને ફરાર થઈ ગયો હતો. ફટકો એટલો જોરદાર હતો કે કુહાડી બળદની પીઠમાં જ રહી ગઇ હતી. માહિતી મળવા પર વિસ્તારના એક સામાજિક કાર્યકર્તાએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશન (Surat Police)માં લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે અને પ્રાણીઓની ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ FIR નોંધાવી છે.

મોરા ગામ મોટાવાડા આવાસમાં રહેતા ફરિયાદી વિજય આહિરે જણાવ્યું કે, સોમવારે સાંજે 6.30 વાગ્યાના સુમારે કોઈએ તેમને ફોન કરીને જણાવ્યું કે ભેંસાણ રોડ પર સ્વાગત રેસીડેન્સી પાસે ખુલ્લા મેદાનમાં બળદને ઈજા થઈ છે.  તેના પર કોઈએ કુહાડીનો ઘા માર્યો છે અને કુહાડી તેના શરીર પર ઘુસી ગઈ છે. એવું લાગે છે કે કોઈએ તેના પર કુહાડી વડે નિર્દયતાથી હુમલો કર્યો છે.
ઘટનાસ્થળે પહોંચી વિજયે નંદીને સારવાર માટે વેટરનરી હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી અને પશુ પ્રેમી સંસ્થાઓ અને ઈચ્છાપોર પોલીસને જાણ કરી હતી.



આ પણ વાંચો- કોર્પોરેશને વધુ એક ખાનગી કંપનીને જમીન આપી

ઈચ્છાપોર પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. જો કે થોડા દિવસ પહેલા આજ વિસ્તારમાં એક ગાય માતા ઉપર એસિડ નાખી ગંભીર ઈજા પહોચાડવામાં આવી હતી. આ સમયે પણ પ્રાણી પ્રેમીઓ દ્વારા આ ગાયને સારવાર માટે ખસેડવામાં આવી હતી. સાથે સાથે ગાય માતા પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- સુરતમાં હીરાના કારખાનાના માલિકની ક્રૃરતા

આ વિસ્તારમાં જે પ્રકારે પ્રાણીઓ ઉપર ક્રૃરતા આચરવામાં  આવી રહી છે તેને લઈને હવે પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું છે અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ની કામગીરી પણ શરૂ કરી છે જોકે પ્રથમ ઘટના બાદ બળદ ઉપર જે રીતે કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો છે પોલીસ આ વિસ્તારના ઝી ટીવી ની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarat News, Surat crime Surat News, Surat news, Surat police

આગામી સમાચાર