Home /News /south-gujarat /બારડોલીઃ તાપી નદીમાં નાહવા પડેલા 4 પૈકી 2 યુવકોનાં ડૂબી જવાથી મોત

બારડોલીઃ તાપી નદીમાં નાહવા પડેલા 4 પૈકી 2 યુવકોનાં ડૂબી જવાથી મોત

બારડોલીઃવાઘેચા ગામથી પસાર થતી તાપી નદીમાં નાહવા પડેલા 4 યુવકો પેકી 2 યુવકોના ડૂબવાથી મોત.

બારડોલીઃ તાલુકાના વાઘેચા ગામથી પસાર થતી તાપી નદીમાં નાહવા પડેલા 4 યુવકો પેકી 2 યુવકો ડૂબ્યા હતા. જોકે બંને યુવકોના આજે બારડોલી ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ શોધી કાઢ્યા હતા.

મળતી વધુ વિગત મુજબ, સુરતના પાંડેસરાની ગુજરાત હાઉસિંગ સોસાયટીના 11 યુવાનો ફરવા નીકળ્યા હતા અને ગઈ કાલે બારડોલી તાલુકાના વાઘેચા ગામે મહાદેવના મંદિરએ આવ્યા હતા. બાદમાં 11માંથી 4 યુવાનો મંદિરના પાછળના ભાગે આવેલી તાપી નદીમાં નાહવા પડ્યા હતા. જોકે 4 યુવાનો પેકી સંદીપ પીપરે, દીપક ઉર્ફે દીપુ વણઝારા બંને ડૂબી ગયા હતા, જેથી સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી હતી.મોદી રાત થતાં કામગીરી રોકવી પડી હતી. બાદમાં આજે સવારે બારડોલી ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બંને યુવકો સુરતના પાંડેસરાના હાઉસિંગનગરના રહેવાસી છે.
First published:

Tags: Bardoli, Tapi river, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો