Home /News /south-gujarat /સસ્પેન્ડેડ પોલીસકર્મીની પત્નીની ગાડીમાં ગુજરાતમાં ઘુસાડાય છે દારૂ!

સસ્પેન્ડેડ પોલીસકર્મીની પત્નીની ગાડીમાં ગુજરાતમાં ઘુસાડાય છે દારૂ!

નવસારી : દમણના સસ્પેન્ડેડ હેડ કોંસ્ટેબલ દ્વારા બુટલેગરનોને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં મદદગારી કરાતી હોવાની ધડાકો થયા બાદ તેને આરોપી માની કાર્યવાહી શરૂ કરાઇ છે. નોધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા પણ દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા માટે કાયદામાં સુધારો કરાયો છે.

વધુ જુઓ ...

    નવસારી ગ્રામ્ય પોલીસે તારીખ 22 ફેબ્રુઆરીના રોજ નેશનલ હાઈવે થી 2 કારમાથી  દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો અને સ્થળ ઉપર 3  આરોપી પણ પકડી પાડ્યા હતા.આ પ્રોહીબીશનના ગુનામા તપાસ કરતા નવસારી ગ્રામ્ય પોલીસને પકડેલ સફેદ્ રંગની સ્વીફ્ટ ડીઝાઈયર કાર નાની દમણમા ફરજ બજાવતા હેડ કોંસ્ટેબલ અનીલ વાઝાના પત્નીની હોવાનુ બહાર આવ્યુ હતુ.

    જે અંગે વધુ તપાસ કરતા અનીલ વાઝાના પત્નીએ કાર ડ્રાઈવર લઈ જતો હોવાનુ જણાવ્યુ હતુ. સુરત રેંજ આઈજીની કડક સુચના અનુસાર નવસારી ગ્રામ્ય પોલીસે દમણ જઈ ગુનાના કામે દમણ ના હેડ કોંસ્ટેબલ અનીલ વાઝાની સંડોવણી ને ધ્યાનમા રાખી તેની ધરપકડ કરી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર દમણનો આ કોંસ્ટેબલ ફરજમાથી છેલ્લા 6 મહિનાથી સસ્પેંડ છે, પરંતુ કયા કારણસર તે સસ્પેંડ કરાયો છે તે હજુ બહાર આવ્યુ નથી. નવસારી પોલીસે કારના ડ્રાઈવર ને વોંટડ જાહેર કર્યો છે અને તેને પણ પકડવાના ચક્રો ગતીમાન કર્યા છે.
    First published:

    Tags: દમણ, દારૂ હેરાફેરી