ઘેરૈયા જ્યાં ગરબા ધૂમે છે ત્યાં નથી રહેતું કોઇ દુ:ખ, જાણો શું છે માન્યતા

News18 Gujarati
Updated: October 5, 2019, 2:26 PM IST
ઘેરૈયા જ્યાં ગરબા ધૂમે છે ત્યાં નથી રહેતું કોઇ દુ:ખ, જાણો શું છે માન્યતા
પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તરોમાં આદિવાસીઓનું પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય જે ધીરે ધીરે લુપ્ત થઇ રહ્યું છે.

  • Share this:
નરેન્દ્ર ભુવેચિત્રા, તાપી : ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારને ઉજવવાની એક આગવી પરંપરા હોઈ છે. દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય જે ધીરે ધીરે લુપ્ત થઇ રહ્યું છે. હવે આદિવાસી સમાજમાં પણ મર્યાદિત થઇ ગયું છે. જોકે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને પ્રયાસ કરી રહયા છે. આ નૃત્યમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ માતાજીનો પહેરવેશ ધારણ કરીને રાસ ગરબા રમે છે. આ લોકો આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

ઘેરૈયા ગામે ગામે ફરે છે

આસો માસની નવરાત્રીમાં ગુજરાતીઓ રાજ્યભરમાં પૂજા અર્ચના સાથે ગરબાની રમઝટ માણી ઉજવણી કરી રહ્યાં છે. જેમાં આધશક્તિની ઉપાસના અને આરાધના કરે છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વિસરાતું જતુ લોકનૃત્ય ધેરૈયા નૃત્યની પણ માતાજીના ગરબાની સાથે આરંભ કરવામાં આવે છે. આ આદિવાસીઓનું પાંરપારિક સમુહ નૃત્ય છે. જેમાં પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી માતાજીનો ગરબો ઘૂમે છે અને નવ દિવસ સુધી ગામેગામ ફરીને માતાની આરાધના કરે છે. તેઓ સમાજની સુખશાંતિ માટે માતાની કૃપા મેળવે છે.

આ પણ વાંચો : વાપીમાં વરસતા વરસાદમાં ગરબાની રમઝટ, ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યાં

આ પણ વાંચો : સુરત : સુરતમાં સગર્ભા મહિલાઓ માટે ગરબાનો વિશેષ કાર્યક્રમ થયો

ઘેરૈયા જ્યાં જાય ત્યાંથી દૂખ દૂર થાય છેધેરૈયાઓ અલગ અલગ મંડળીઓ બનાવી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દૂર દૂર સુધી ધેર લઇને જાય છે. તેઓ નવરાત્રી દરમિયાન ઘેરૈયા નુત્યની રમઝટ બોલાવતા હોય છે. સામાન્ય રીતે એવી લોકવાયકા પ્રચલિત છે કે ઘેરૈયા મંડળીઓ જે ઘેરે જાય છે તેના પરિવાર નું કલ્યાણ થાય અને દરેક પ્રકારની મનોકમના માતાજી પૂર્ણ કરે છે. ઘરમાં પ્રવેશ કરતી માંદગી પણ દૂર થઈ જાય છે.

કવિયો ગીત ગાય છે

ધેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયક્ને 'કવિયો' કહેવામાં આવે છે. કવિયો ગીત ગાય છે અને બીજા ધેરૈયાઓ તે ઝીલે છે. ધેરૈયાનો પંરપરાગત પોશાક સાડી, ડબલ ફાળનુ ધોતિયુ, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માંથે ફેટો, એક હાથમાં દાંડીયો, બીજા હાથમાં મોરપિંછ, પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવ-શક્તિ સ્વરુપ ધારણ કરે છે. ત્યારે હાલ સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી આ પરંપરાગત ગરબો હાલ લુપ્ત થતો જાય છે જેને ટકાવી રાખવા આજે પણ ઘેરૈયા ઓ મથામણ કરી રહ્યા છે.
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर