Home /News /south-gujarat /Daman: દમણના જમપોર બીચ પર દુર્ઘટના, પેરાસિલિંગ સાથે પટકાતા સેહલાણીનો લાઈવ વીડિયો સામે આવ્યો
Daman: દમણના જમપોર બીચ પર દુર્ઘટના, પેરાસિલિંગ સાથે પટકાતા સેહલાણીનો લાઈવ વીડિયો સામે આવ્યો
પેરા સિલિંગ કરતા નીચે પટકાયેલા સહેલાણીઓ દિલ્હીથી દમણ ફરવા આવ્યા હતા.
દમણ ના જમપોર બીચ પર દુર્ઘટના પેરાસિલિગ સાથે ઉંચે હવામાં ઉડી રહેલ સહેલાણી પટકાયા પેરાસિલિગ સાથે પટકાતા સેહલાણી નો લાઈવ વીડિયો સામે આવ્યોસહેલાણીની જમીન પર પટકાતા 3 સેહલાણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયોચોમાસાની શરૂઆત પહેલા હવાની ગતિ માં વધારો અને દિશા બદલાત
ભરતસિંહ વાઢેર, દમણ: દમણ (Daman)ના દરિયા કિનારે પેરાસીલીંગ (Parasailing on the beach) કરતાં ત્રણ લોકો પૅરાસીલીંગ સાથે હવામાંથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત (Daman Parasailing) થયા હતા. તમામને તાત્કાલિક દમણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે નીચે પટકાતા સહેલાણીઓનો લાઇવ વિડીયો (Viral Video) સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આથી દમણના દરિયા કિનારે બનેલી આ ઘટના અત્યારે સમગ્ર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
બનાવની વિગત મુજબ દમણના જમપોર બીચ પર દિલ્હીથી આવેલા કેટલાક સહેલાણીઓ પેરાસીલીંગ કરવા માટે તૈયાર થયા હતા. આથી દરિયા કિનારે પેરાસિલીંગ કરાવતી સ્પોર્ટ્સ એડવેચરસ એજન્સી દ્વારા પેરા સીલીંગ પર 2 સહેલાણીઓ અને એજન્સીનો એક રાઇડર પેરાસીલીંગ કરાવવા સહેલાણીઓને લઇ હવામાં ઊંચે ઊડ્યા હતા. જોકે દમણના દરિયા કિનારે તોફાની પવન હોવાથી 2 સહેલાણીઓ સાથે ત્રણેય લોકો અચાનક જ હવામાંથી નીચે પટકાયા હતા. આ દ્રશ્ય જોતા દરિયાકિનારે ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
સહેલાણીઓ નીચે પટકાતા જ દરિયા કિનારે દોડધામ મચી ગઇ હતી. જોકે ઉપરથી નીચે પટકાતા ત્રણેયને ગંભીર ઈજા થઈ હતી. આથી પ્રથમ તેઓને દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ પેરા સિલિંગ કરતા નીચે પટકાયેલા સહેલાણીઓ દિલ્હીથી દમણ ફરવા આવ્યા હતા. દમણના જમપોરના દરિયા કિનારે પેરાસેલિંગ કરતાં ત્રણ હવામાંથી નીચે પટકાવવાના જીવંત દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આથી દમણના દરિયા કિનારે બનેલી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર