બહેનની હત્યા કર્યા બાદ હત્યારો ભાઇ ફરાર થઇ ગયો હતો.
હત્યા બાદ આરોપી ભાઇએ હેડપંપથી સ્મશાન તથા નદીના કિનારા સુધી પાર્વતીબેનને ઘસડી લઇ જઇ પાર્વતીબેનની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને વાલ્મીકી નદીના પાણીમાં નાખી ભાગી છૂટયો હતો.
હેમંત ગામિત, વ્યારા: તાપી (Tapi) જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામમાં નદી ફળીયામાંથી પસાર થતી વાલ્મીકી નદી (Valmiki River)ના કિનારે સ્મશાન ગૃહ પાસે કપડાં ધોવા ગયેલી બહેનને પોતાનાં ભાઈએ જમીન બાબતે (land dispute) ચાલતાં ઝઘડામાં મોત (Murder)ને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હત્યારા ભાઇએ પોતાની બહેનની હત્યા કર્યા બાગ લાશને વાલ્મીકિ નદીમાં ફેંકી દીધી હતી. જે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
પોતાનો સગો ભાઇ હમેશાં પોતાની લાડકી બહેનોને જીવનભર રક્ષણ પૂરું પાડતો હોય છે. જોકે તાપીના વેડછી ગામમાં એનાથી વિપરીત ઘટના બનવા પામી છે. જમીન બાબતે થતી રકઝક ભાઈને પોતાની બહેનની જ હત્યા કરવા તરફ દોરી જતાં ભાઈએ જ પોતાની સગી બહેનની નિર્દયી રીતે હત્યા કરી નાખી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાલોડ પોલીસ મથકે જયેશભાઇ બલ્લુભાઇ રાઠોડ ઉ.વ.30 ધંધો. મજુરી (રહે,વેડછી ગામ નદી ફળીયું તા.વાલોડ જી.તાપી) નાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી દિનેશભાઇ ભાણાભાઇ રાઠોડ ઉ.વ.41 (રહે, વેડછી ગામ નદી ફળીયું તા.વાલોડ જી.તાપી) એ પોતાની વિધવા બહેન પાર્વતીબેન તે બલ્લુભાઇ રાઠોડ તથા આરોપી દિનેશ ભાણાભાઇ રાઠોડનાએ બન્ને ભાઇ-બહેન વચ્ચે પિતાજીની જમીન તથા ઘરની વારસાઇ બાબતે વિવાદ ચાલતો હતો. જેની અદાવત રાખી ગતરોજ જ્યારે પાર્વતીબેન વેડછી ગામે નદી ફળીયાના શ્મશાન પાસે આવેલ હેડપંપ ઉપર કપડા ધોવા ગયા હતા ત્યારે આરોપીએ પાછળથી આવી પાર્વતીબેનના ગળામાં નાયલોનની દોરી વડે ટુપો આપી હત્યા કરી નાંખી હતી.
હત્યા બાદ આરોપી ભાઇએ હેડપંપથી સ્મશાન તથા નદીના કિનારા સુધી પાર્વતીબેનને ઘસડી લઇ જઇ પાર્વતીબેનની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને વાલ્મીકી નદીના પાણીમાં નાખી ભાગી છૂટયો હતો. જોકે પોલીસે ઘટનાને નજરે જોનાર સાક્ષીઓ તેમજ ફોરેન્સિક તપાસનાં આધારે આરોપીને ઝડપી પાડયો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર