હેમંત ગામીત, તાપીઃ તાપીના નિઝરમાં (Nizar) શ્રીજી ગેસ્ટહાઉસમાં (Shreeji Guesthouse) મૂળ સુરતનાં (surat) કામરેજ તાલુકાના ચીખલી (ડુંગર) ગામનાં એક ચાલીસ વર્ષીય ઈસમે કોઈ અગમ્ય કારણોસર પંખા પર લટકીને ગળે ફાંસો (man suicide) ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર નિઝર ખાતેના શ્રીજી ગેસ્ટહાઉસમાં ઉપરનાં માળે રૂમ નંબર B-4મા 40 વર્ષીય ઈસમે પંખા પર લટકીને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતાં સમગ્ર ઘટનાને લઈને મૃતકના ભાણેજનીફરિયાદના આધારે પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે એક ગેસ્ટહાઉસ ધોળા દિવસે 40 વર્ષીય શખ્સની આત્મહત્યા કે હત્યાને લઈને અનેક શંકા કુશંકાઓ ઉભી થવા પામી છે. ત્યારે પોલીસ તપાસ તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે નિઝરની શ્રીજી ગેસ્ટહાઉસમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચીખલી (ડુંગર) ગામનાં પટેલ ફળિયામાં રહેતા રાકેશસિંહ તખ્તસિંહ દેસાઈ ઉં.વ 40 એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
ત્યારે મૃતક સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચીખલી ગામમાં રહેતા રાકેશસિંહ તખ્તસિંહ દેસાઈએ એવા કયા અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું તે ખરેખર તપાસનો વિષય કહી શકાય. તેમજ નિઝર જેવા અંતરિયાળ વિસ્તારમાં શ્રીજી ગેસ્ટહાઉસ ધોળા દિવસે આપઘાતને લઈને પણ અનેક શંકાઓ ઉપજાવી રહી છે. ત્યારે પોલીસે પણ માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ છે ત્યારે શંકાસ્પદ આપઘાતના આ કિસ્સાની સત્ય હકીકત બહાર આવશે કે નહીં તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન (Kuvadava Police Station) વિસ્તારમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ નજીક હડાળા ગામે 14 વર્ષીય સગીરે પોતાના ઘરની પાછળ આવેલા લીમડાના ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે.
" isDesktop="true" id="1186641" >
સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાશને મૃતકના પરિવારજનોને સોંપવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ ભારે હૈયે વ્હાલસોયાની અંતિમવિધિ પૂર્ણ કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર