આધુનિક સમયમાં પણ લોકોમાં મનમાં અંધશ્રદ્ધા એટલી હાવી થયેલી છે. અંધશ્રદ્ધાના કારણે તાપીમાં એક યુવકનો લોકોએ જીવ લઇ લીધો હતો. બેરહેમીથી માર મારી અને ગરમ ચપ્પાના ડામ આપીને અત્યાચાર ગુજાર્યો હતો. એટલી હદે અત્યાચાર ગુજારમાં આવ્યો હતો કે યુવકે આખરે દમ તોડ્યો હતો. આમ અમાનુષી અત્યાચાર કરીને યુવકની હત્યા કરવાની ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથધરી છે. પોલીસ માતાજી બનેલી મહિલા અને તેના સાગરીતની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે તાપીના ઉચ્છલ તાલુકાના કાટીસકુવા ગામમાં અંધશ્રદ્ધા રાખી લોકોએ યુવાનને યમસદન પહોંચાડી દીધાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસ મથકે થયેલી ફરિયાદ મુજબ કાટીસકુવા ગામના નિશાળ ફળિયામાં રહેતા રાજેશભાઇ દેવજીભાઇ વસાવાર (ઉ.વ.33)ના શરીરમાં પાંચ ડાકણ ઘૂસી હોવાનું કાટીસકુવાના વિન્તુબેન ગજુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, અંધશ્રદ્ધામાં ગળાડૂબ બનેલા લોકોએ યુવાનમાંથી ડાકણ કાઢવામાં માટે તા. 10-11-2018થી 12-11-2018 સુધી તેમના શરીરને યાતના પહોંચાડી આખરે જીવ લઇ લીધો હતો.
ગામની મહિલા વિન્તુબહેને જણાવ્યું હતું કે, યુવાનના શરીરમાં ઘૂલેસી પાંચ પૈકી ત્રણ ડાકણ નીકળી છે. અને હજી બે ડાકણ બાકી હોવાથી જેને કાઢવા માટે રાજેશભાઇને માર મારો કહ્યું હતું. ડોકણ કાઢવા માટે ગામના અમિતભાઇ કુખ્તાભાઇ વસાવાએ લાકડી વડે યુવાનને ફટકારવાનું શરૂ કર્યું હતું. જ્યારે ઉત્તમભાઇ સજીયાભઆઇ વસાવાસે ચપ્પુ ગરમ કરીને પગ તથા આખા શરીર ઉપર ડામ આપવા લાગ્યા હતા.
ગામના અન્ય એક શખ્સ છનીયાભાઇ સિંગાભાઇ વસાવાએ યુવાનને ઊંચકીને જમીન ઉપર પછાડવાનું શરૂ કર્યું હતું. તથા ભીમાભાઈ નુરીયાભાઈ વસાવા, મેહુલભાઇ ઉત્તમભાઇ વસાવાએ યુવાનને થપ્પડ તથા મૂઢ માર માર્યો હતો.
તમામે એકસંપ થઇને ડાકણ કાઢવાની અંદ્ધશ્રદ્ધા રાખી સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ગરમ ચપ્પુના ડામ, અફાળીને આડેધન માર મારી અમાનુષી અત્યાચાર ગુજારતા આખરે રાજેશભાઇ દેવજીબાઇ વસાવાનું મોત નીપજ્યું હતું.
ડોકણના વહેમમાં અસહ્ય પીડા આપનાર તથા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર એક મહિલા તથાં પાંચ ઇસમો મળી કુલ છ વ્યક્તિઓ સામે ઉચ્છલ પોલીસ મથકે સખારાભાઇ ઐતરીયાભાઈ ગાવિતે ફરિયાદ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર