તાપીઃમીરકોટ ગામે દિવાલ પડતા બે બાળક સહિત ત્રણના મોત

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 8:06 PM IST
તાપીઃમીરકોટ ગામે દિવાલ પડતા બે બાળક સહિત ત્રણના મોત
તાપીઃજિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક અને ઉચ્ચતર શાળામાં આજે સવાર ના અરસામાં મકાનની દિવાલ ધરાશાયી થતા બે બાળકો સહિત એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ચાર જેટલા બાળકો ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલોમાં ખસેડાયા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 8:06 PM IST
તાપીઃજિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામે  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક અને ઉચ્ચતર શાળામાં આજે સવાર ના અરસામાં મકાનની  દિવાલ ધરાશાયી થતા  બે બાળકો સહિત એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ચાર જેટલા બાળકો ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલોમાં ખસેડાયા હતા.

મધ્યાહન ભોજન બનાવતી રસોઈયણ સુકમાબેન ગામીત અને બીજા ધોરણ ની વિદ્યાર્થીની સ્મિતલ ગામીત અને દિવ્યા ગામીત નામની બે વિદ્યાર્થીની દિવાર નીચે દટાઇ જતા ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જયારે અન્ય બે  વિદ્યાર્થીનીઓ અને બે રસોયણ બહેનોને ગંભીર ઇજા પહોંચતા તેમને પ્રાથમિક સારવાર અર્થે સોનગઢ રેફરલ હોસ્પિટલ માં ખસેડયા બાદ વધુ સારવાર અર્થે વ્યારા ની સિવિલ હોસ્પિટલ માં રવાના કરાયા હતા.મીરકોટ ગામે આવેલ પ્રાથમિક શાળા આશરે 60 વર્ષ જૂની છે જેને લઇ શાળાનું મકાન અતિ જર્જરીત થઈ ગયું હતું.

First published: April 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर