Home /News /south-gujarat /તાપી: ખંભલા દીપડાઓનું ગામ બન્યું, ત્રણ વર્ષમાં 19 દિપડા પાંજરે પુરાયા
તાપી: ખંભલા દીપડાઓનું ગામ બન્યું, ત્રણ વર્ષમાં 19 દિપડા પાંજરે પુરાયા
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખંભલા ગામમાંથી અત્યાર સુધીમાં 19 દીપડા પાંજરે પુરાઈ ચુક્યા છે. આજે પણ એક ચાર વર્ષિય દીપડી પાંજરે પુરાઈ હતી. ખાસ કરીને જ્યારે શેરડીના કટિંગની પ્રક્રિયા શરૂ થાય છે
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખંભલા ગામમાંથી અત્યાર સુધીમાં 19 દીપડા પાંજરે પુરાઈ ચુક્યા છે. આજે પણ એક ચાર વર્ષિય દીપડી પાંજરે પુરાઈ હતી. ખાસ કરીને જ્યારે શેરડીના કટિંગની પ્રક્રિયા શરૂ થાય છે
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખંભલા ગામમાંથી અત્યાર સુધીમાં 19 દીપડા પાંજરે પુરાઈ ચુક્યા છે. આજે પણ એક ચાર વર્ષિય દીપડી પાંજરે પુરાઈ હતી. ખાસ કરીને જ્યારે શેરડીના કટિંગની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે આ આદમખોર દીપડાઓ માનવવસ્તી તરફ આવી જાય છે. દીપડાઓ માટે ખંભલા ગામ જાણે તેમનુ હબ બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે અને તેના કારણે ગામના ખેડૂતો સતત ભયના ઓથાર હેઠળ જીવે છે. દીપડાનું અભયારણ્ય બનેલા ખંભલામાં નાઈટ વિઝન કેમેરા મુકી દીપડાવે પકડવા કવાયત હાથ ધરી છે જેમા આજે પુરાયેલી દીપડીનો 19મો નંબર છે.
દક્ષિણ ગુજરાતમાં આવેલ તાપી જિલ્લો જાણે દીપડાઓનું અભ્યારણ બનતું જાય છે, જિલ્લાના વાલોડ તાલુકાના ખંભલા ગામેથી વન વિભાગે આજે 19મોં દીપડો પાંજરે પૂરતા ગ્રામજનો સહીત આસપાસના વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દીપડાઓથી પ્રભાવિત જિલ્લો હોઈ તો એ છે તાપી જિલ્લો જેમાં પણ જિલ્લાનો 30% જેટલો જંગલ વિસ્તાર આવેલો છે, આ વિસ્તારમાં શેરડીનું કટિંગ જયારે ચાલુ થાય છે ત્યારે આદમખોર દીપડાઓ માનવ વસ્તી તરફ ફરકતા હોઈ છે, ત્યારે જિલ્લાના વાલોડ તાલુકાનું ખંભલા ગામ દીપડાનું હબ બની ગયું હોઈ તેને પગલે અહીંના ખેડૂતો અને ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોઈ એમ લાગી રહ્યું છે.
ખેડૂત હરસીંગભાઇ જણાવે છે કે, અત્યારે 3 થી 4 દરમ્યાન 19 જેટલા દિપડા પકડાયા છે અમારે ખેતરમાં જવુ હોઈ તો પણ જોખમ છે દિપડા ક્યાંથી આવે છે તે ખબર પડતી નથી ખાંભલા ગામ દીપડા નામથી ઓળખાય છે.
દીપડાનું અભ્યારણ બની ગયેલ ખંભલા ગામે ગત દિવસો દરમ્યાન એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો, જે સમગ્ર ઘટના નાઈટ વિઝન કેમેરામાં કંડારવામાં આવી હતી અને અન્ય દીપડાઓને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી, જેને પગલે આજરોજ એક 4 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી સાથે આજે એક જ ગામમાંથી 19મોં દીપડો છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન આ ગામમાંથી પાંજરે પુરાયા હોવાનું બહાર આવ્યું છે.
વન વિભાગ દ્વારા વન્ય જીવ દીપડાને પકડી ઊંડાણના જગલોમાં છોડવામાં તો આવે છે, ત્યારે આ ગામમાં શું એક જ દીપડાઓ લટાર મારી પહોંચી જાય છે? જો જંગલ વિસ્તારમાં છોડવામાં આવતા દીપડાઓ પર કોઈ ટેગ કે માર્ક કરવામાં આવે તો સેહલાયથી માલુમ પડી શકે એમ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાલમાં નર્મદામાં ટાયગર સફારી અને સુરત અને ડાંગ જિલ્લાઓમાં દીપડા સફારીની યોજનાની અમલવારીની વાતો વચ્ચે તાપી જિલ્લાને પણ સ્થાન મળે તો આવા અભ્યારણ બની ગયેલા ગામોના વિકાસ સાથે સ્થાનિકોને રોજગારી ચોક્કસ મળે એમ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર