નરેન્દ્ર ભુવેચિત્રા, તાપી : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તથા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તાપી નદીમાં સતત નવા નીર આવી રહ્યા છે. તેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમમાં 5,09,733 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે 1,77,886 ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના 13 દરવાજા 8.5 ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમનું રુલ લેવલ 335 ફુટે પહોંચ્યું છે.
1,77,886 ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ડેમના 13 દરવાજા ખોલાતાં તકેદારીના ભાગરૂપે તાપી નદીના કિનારાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.