'મેં કહા ભી જા શકતા હું': સુરતના કોરોના રેડ ઝોન પાસે ઉભેલા યુવકોએ પોલીસ સાથે ગાળાગાળી કરી


Updated: May 21, 2020, 9:59 PM IST
'મેં કહા ભી જા શકતા હું': સુરતના કોરોના રેડ ઝોન પાસે ઉભેલા યુવકોએ પોલીસ સાથે ગાળાગાળી કરી
પ્રતિકાત્મક તસવીર

પેટ્રોલિંગ દરમિયાન પહોંચેલી પુણા પોલીસે ત્યાં મોટરસાયકલ લઇ ઉભા રહી મિત્રો સાથે વાત કરતા બે યુવાનોની પૂછપરછ કરતા તેઓ પલસાણાના આવ્યા સાથે પોલીસ સાથે માથાકૂટ કરી તોછડું વર્તન કરીને ત્યાંથી ભાગી છૂટ્યાં હતા.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસને (coronavirus) લઇને લોકડાઉન (lockdown) ચાલી રહ્યું છે. જોકે સરકાર દ્વારા અમુક વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે કન્ટેઈનમેન્ટ એરીયા લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. ત્યારે સહારા દરવાજા સોનિયાનગર ઝૂંપડપટ્ટી પાસે પેટ્રોલિંગ દરમિયાન પહોંચેલી પુણા પોલીસે (police) ત્યાં મોટરસાયકલ લઇ ઉભા રહી મિત્રો સાથે વાત કરતા બે યુવાનોની પૂછપરછ કરતા તેઓ પલસાણાના આવ્યા સાથે પોલીસ સાથે માથાકૂટ કરી તોછડું વર્તન કરીને ત્યાંથી ભાગી છૂટ્યાં હતા જેને લઇને પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે.

કોરોના વાયરાને લઇને એક બાજુ લોકડાઉન ચાલે છે ત્યારે વિસ્તારમાં કોરોના દર્દી ના હોય તેવા વિસ્તારમાં અમુક શરતોને આધીન છૂટછાટ આપી છે ત્યારે લોકો આ ઉરુપોગ કરતા હોવાની ઘટના સામે આવી રહી છે. સુરતના સહરા દરવાજા નજીક મહાનગરપાલિકાએ કન્ટેઈનમેન્ટ એરીયા જાહેર કરેલા સહારા દરવાજા સોનીયાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એક મોટરસાયકલ પાર્ક કરી બે યુવાનો અન્ય ત્રણ યુવાનો સાથે વાત કરતા હતા.

આ પણ વાંચોઃ-પરિવાર ઉપર આભ તૂટ્યું! કોરોનાથી પિતાના મોત બાદ અંતિમ સંસ્કાર માટે સંબંધીઓનો ઈન્કાર, હોસ્પિટલે દાખવી માનવતા

કન્ટેઈનમેન્ટ એરીયા હોવાને લઇને લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે પુણા પોલીસે ત્યાં મોટરસાયકલ લઇ ઉભા રહી મિત્રો સાથે વાત કરતા બે યુવાનોની પોલીસે અટકાવી તેમની પૂછપરછ શરુ કરી હતી પીસીઆર વાન ઉભી રાખી તમામને કન્ટેઈનમેન્ટ એરીયા છે પોતપોતાના ઘરે ચાલ્યા જાઓ તેમ કહેતા ત્રણ યુવાન તો ચાલ્યા ગયા હતા. પરંતુ મોટરસાયકલ પાર્ક કરી ઉભેલા બે યુવાન ત્યાં જ ઉભા રહ્યા હતા.

આ પણ વાંચોઃ-લોકડાઉન વચ્ચે ત્રણ વખત સસ્તું થયું સોનું, ફટાફટ જાણી લો નવા ભાવ

પોલીએ ઉભા રહેલ બે યુવાનો ને આ વિસ્તર પ્રતિબંધિત તેવું જણાવતા છતાંય યુવાનો ત્યાંજ ઉભા રહ્યા હતા યુવાનોને પૂછતાં તે ભડકી ગયા હતા અને પોલીસને અપશબ્દો બોલવા લાગ્યા હતા. પોલીસે આ યુવકો ક્યાંથી આવતા આ યુવાનો સુરત જિલ્લામાંથી આવતા હોવાનું જાણકારી આપી હતી.આથી પોલીસે તમે અહીં કેવી રીતે આવ્યા તેવું પૂછતાં તે પૈકીના એક યુવાને મેરી મરજી, મેં કહા ભી જા શકતા હું, આપ યહાં સે ચલે જાઓ કહી પીએસઆઇ સાથે માથાકૂટ કરી હતી. જેને લઇને પોલીસે બંનેવ યુવાન પીસીઆર વાનમાં બેસવાનું કહેતા તે બેસ્યા ન હતા.

પોલીસ સાથે ગાળાગાળી કરી બુમાબુમ કરી મોટરસાયકલ ઉપર ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે બાદમાં પોલીસ કર્મચારી દ્વારા પુણા પોલીસ મથકમાં બંનેવ અજાણ્યા યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આમામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
First published: May 21, 2020, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading