સુરત:જાહેરમાં દારૂની મહેફીલ અને તલવારથી કેક કાપી જન્મ દિવસની ઉજવણી

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સફેદ ટી-શર્ટમાં દેખાતો વ્યક્તિ દીપેશ રાજપૂત છે. જે સુરત ભુપત આહીર નામના ગુનેગારની હત્યાનો આરોપી છે.

News18 Gujarati
Updated: September 17, 2019, 11:04 AM IST
સુરત:જાહેરમાં દારૂની મહેફીલ અને તલવારથી કેક કાપી જન્મ દિવસની ઉજવણી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 17, 2019, 11:04 AM IST
કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં (Surat) ફરી એક વખત જાહેરમા દારૂની બોટલો સાથે જન્મદવિસની (Birthday) ઉજવણી કરતો વીડિયો વાયરલ (Video viral) થયો છે. એટલું જ નહીં પણ જાણે કાયદોનો (Law and order) ભય ન હોય તેમ, જાહેરમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવાર જેવા ઘાતર શસ્ત્રો દ્વારા યુવાનો કેક કાપતા જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 12 દિવસ પહેલા ગણેશ સ્થાપના સમયે જાહેરમાં દારૂ પીને ડાન્સ કરતા યુવાનોનો વીડિયો વાયરલ થયો હતો.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સફેદ ટી-શર્ટમાં દેખાતો વ્યક્તિ દીપેશ રાજપૂત છે. જે સુરત ભુપત આહીર નામના ગુનેગારની હત્યાનો આરોપી છે. ગઇકાલે રાત્રે પોતાના એક મિત્રના જન્મ દિવસની ઉજવણી કરવા માટે રસ્તા પર તલવારથી કેક કટિંગ કરતો જોવા મળે છે.

જાહેરમાં મહેફીલ પછી ફેસબુક પર ફોટા શેર કર્યા હતા


આ ઉજવણીમાં દારૂની રેલમછેલ પણ થાય છે. રસ્તા પર તલવાર અને દારૂની સાથે સાથે પોતાની ગાડીમાં રહેલી સાઉન્ડ સિસ્ટમથી જોરજોરથી ગીતો વગાડે છે અને છાકટા બને છે. રસ્તા પર આતશબાજી કરે છે. આ બાબતો દર્શાવે છે કે શહેરમાં કોઇને કાયદાનો ડર નથી.

હવે જોવાનું એ છે કે, પોલીસ આ પ્રકારના તત્વો સામે કેવી કાર્યવાહી કરે છે.
First published: September 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...