સુરત : 'કેમ મહિલાને બહું ફોન કરે છે?'યુવક પર જીવલેણ હુમલો, ચાકુનાં ઘા ઝીંકાયા

સુરત : 'કેમ મહિલાને બહું ફોન કરે છે?'યુવક પર જીવલેણ હુમલો, ચાકુનાં ઘા ઝીંકાયા
ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામા આવ્યો હતો

Lockdownમાં ડાયલ થયેલા રોંગ નંબર મામલે 'ભજ્જી'એ મિત્ર સાથે મળીને અને 'વાઘ'ના કમર અને હાથ પર ચાકુના ઘા મારતા ખેલાયો ખૂની ખેલ

  • Share this:
સુરતમાં (Surat) એક યુવક દ્વારા લોકડાઉનમાં ભૂલથી મહિલાને (Lockdown) ફોન લાગી જતા થયેલા ઝઘડાની (Fight) અદાવત રાખી ગઈકાલે રાત્રે તેના ઉપર ત્રણ જણાએ ચપ્પુથી (Stabbing) જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ મામલે પોલીસે ગુનો દખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.  સુરતમાં સતત ગુનાખોરી (Surat crime) વધી રહી છે. તેમાં પણ સામાન્ય બાબતે એક બીજા પર હુમલાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે સુરતના  ઉધના વિસ્તારમાં.

ઉઘનાના વિજયાનગર ખાતે રહેતા અજય હરીભાઈ વાધ દ્વારા લોકડાઉનમાં તેના મિત્ર અતુલ આંબારેના સીમકાર્ડ પરથી ફોન કરવા જતા એક મહિલાને રોગ નંબર લાગી ગયો હતો. જોકે જેને લઈને આ મહિલા દ્વાર તેના પરિવારે કહેતા આ મામલે જેતે સમયે ઝઘડો થયો હતો અને બાદમાં આ મામલો સમાપ્ત થઈ ગયો હતો.આ પણ વાંચો : સુરત : 'કમિશનર સાહબ મેરી મદદ કરો પ્લીઝ, મેં આત્મહત્યા કર લુંગા,' Video થયો Viral

પણ આ થયેલા ઝઘડાની દાવત રાખીને તે સમયે ઝઘડો કરનાર મહિલાના પરિવારના યુવાનો દ્વારા ગતરોજ સાંજે જૂની અદાવત રાખી અજય ઉર્ફે ભજ્જી બાલેવાર અને તેના બે મિત્રો સાથે મળીને રસ્તે જતા અજય વાધને ઉભો રાખી કેમ 'મહિલાને બહુ ફોન કરે છે?' તેમ કહી ઝઘડો શરુ કર્યો હતો.

જોતજોતામાં આ ઝઘડાએ  ઉગ્ર સ્વરૂપ લઇ લેતા ઝઘડો કરનાર યુવાનો દ્વારા અજયને કમર અને હાથના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. જેને લઈને તેને શરીરે ગંભીર ઇજા થતા અજય વાઘને લોહીલુહાણ થઇ જતા સારવાર માટે તાત્કાલિક લોહીલુહાણ અવસ્થામાં નવી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો :     સુરત : 'તું હજુ શું કામ જીવે છે, આપઘાત કરી લે,' આયેશા જેવો પતિના ત્રાસનો કિસ્સો

જોકે, આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ પણ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી હુમલાખોર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Jay Mishra
First published:March 08, 2021, 19:42 pm

ટૉપ ન્યૂઝ