સુરત : 'મારી બહેન જાડે ફોન પર કેમ વાતો કરે છે.' અડાજણમાં યુવક પર ચપ્પુથી હુમલો કરી બે યુવાનો ફરાર

સુરત : 'મારી બહેન જાડે ફોન પર કેમ વાતો કરે છે.' અડાજણમાં યુવક પર ચપ્પુથી હુમલો કરી બે યુવાનો ફરાર
સુરત પોલીસની ફાઇલ તસવીર

વિશાલને મોપેડ પર આવેલા શખ્સોએ કમરના ભાગે ચાકુના ઘા ઝીંક્યા, પોલીસે યુવકોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા

  • Share this:
સુરત : સુરતમાં (Surat) રોજ રોજ ગુનાહિત પ્રવૃતિઓ સામે આવી રહી છે તેવામાં પ્રેમ પ્રકરણના (Love Affair) મુદ્દે એક યુવકને બે ભાઈઓએ છરીના (Stabbing) ઘા ઝીંકી અને તેને લોહીલુહાણ કર્યો હતો. શહેરના અડાજણ (Adajan) વિસ્તારના બદ્રીનારાયણ મંદિરથી ફાયર સ્ટેશન તરફ જતા  રોડ પાસે આવેલ પાનના ગલ્લા પાસે ગઈકાલે રાત્રે મિત્રો સાથે બેસેલા યુવકની પાસે એક્ટિવા પર આવેલા બે જણાએ 'મારી બહેન સાથે ફોન પર કેમ વાતો કરે છ?' હોવાનું કહી કમરના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. આ ઘટના ભાગ ભોગ બનનાર યુવક લોહિલુહાણ થઈ જતા તેને હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે સામાન્ય બાબતે જીવલેણ હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે ગતરોજ પોતાની બહેન સાથે વાત કરવાની બાબતે એક યુવાન પર ચપ્પુ જેવા હથિયાર સાથે જીવલેણ હુમલાની ઘટના સમયે આવી છે.



આ પણ વાંચો :  સુરત : KTM બાઇક ફૂલસ્પીડે કાર સાથે ધડાકાભેર અથડાઈ, બે યુવકોનાં કરૂણ મોત, ઝડપની મજા, મોતની સજા બની

સુરતના અડાજણ હરીચંપાવાડી પાસે મહાદેવનગર કોલોનીમાં રહેતા વિશાલ શંકર નાયકા ગઈકાલે રાત્રે તેના મિત્રો સાથે બદ્રીનારાયણ મંદિરથી ફાયર સ્ટેશન તરફ જતા રોડ પર આવેલ પાનના ગલ્લા પાસે બેઠો હતો તે વખતે સની ગામીત અને વિશાલ રાઠોડ જે યુવાન પણ આજ મોહલ્લામાં રહે છે. તે અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા.  ઍકટિવા લઈને તેની પાસે આવ્યા બાદ આ યુવાનો દ્વારા વિશાલને મારી બહેન જાડે ફોન પર કેમ વાત કેમ વાત કરે છે તેમ કહીને પહેલાં ઝઘડો કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો :   સુરત : વરાછામાં પોલીસના D-સ્ટાફની ઓળખ આપી પાંચ લાખની લૂંટ, ચાર લૂંટારૂ CCTV Videoમાં કેદ

જોકે ઝઘડા દરમિયાન બંને યુવાનો ઉગ્ર થઈ જતા એક્ટિવ પર આવેલા યુવાનો એ વિશાલને આવેશમાં આવી જઈને કમરના ભાગે ચપ્પુ મારી ત્યાંથી ભાગી છુટ્યા હતા.  જોકે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જોકે, ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને આ મામલે આ બે યુવાનો વિરુદ્ધ વિશાલના ભાઈની ફરિયાદ લઇને ગુનો દાખલ કરી આરોપી પકડીપાડવા ચક્રો ગતિમાન કાર્યા છે. જોકે આરોપીની બહેન આ યુવકના પ્રેમમાં હોવાનું પણ સામે આવ્યુ છે, ત્યારે હવે પોલીસે આ મામલે આરોપીને ક્યારે અને કેવી રીતે પકડી પડે છે તે જોવાનું રહ્યુ છે.
Published by:Jay Mishra
First published:February 10, 2021, 22:11 pm

ટૉપ ન્યૂઝ