સુરત : વેલેન્ટાઇન્સ ડે પહેલાં જ પ્રેમ પ્રકરણમાં લોહિયાળ જંગ, રાંદેરમાં યુવક પર ચાકુના ઘા ઝીંકી જીવલેણ હુમલો

સુરત : વેલેન્ટાઇન્સ ડે પહેલાં જ પ્રેમ પ્રકરણમાં લોહિયાળ જંગ, રાંદેરમાં યુવક પર ચાકુના ઘા ઝીંકી જીવલેણ હુમલો
સુરત પોલીસની ફાઇલ તસવીર

નેહલ શાંતીલાલ સેલર, ચંદ્રકાંત ઉર્ફે ચંદો મુછળ ભગવાન સેલર, અંકીત નરેન્દ્ર સેલર અને મંયક ઉર્ફે મમુ ઉર્ફે બમ્બુ હેમત ચૌધરીએ અંકિતને લોહિલુહાણ કરી નાખ્યો

  • Share this:
સુરતમાં (Surat) પ્રેમ પ્રકરણમાં (Love Affair) યુવક પર જીવલેણ (attack) હુમલાની ઘટના સામે આવી છે. શહેરના રાંદેર વિસ્તારમાં (Rander) આવેલી હનુમાન ટેકરી પાસે આ ઘટના બનવા પામી છે. જેમાં ચાર લોકોએ યુવકને ઢીકમુક્કીનો મારમારી માથામાં કાચની બોટલ તેમજ ચપ્પુના ઘા ઝીંકી લોહીલુહાણ (Stabbing) કરી નાખ્યો હતો. જેને લઈને રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આ ચારેય હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છે કે  સુરતમાં પ્રેમ પ્રકરણમાં અનેક હુમલાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. રાંદેર હનુમાન ટેકરી પાસે પ્રેમ પ્રકરણમાં યુવક ઉપર જીલવેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને ચાર જણાઍ ઢીકમુક્કીનો મારમારી માથામાં કાચની બોટલ તેમજ ચપ્પુના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાસી ગયા હતા.આ પણ વાંચો :  દારૂ સંતાડવાનો અનોખો પેતરો : સુરત પોલીસ ખેપીયાની ટેકનિક જોઈને માથું ખંઝવાળતી રહી ગઈ

રાંદેર હનુમાન ટેકરી ગાંધી વસાહત ખાતે રહેતા અંકીત ઉર્ફે ફાકો ઉર્ફે બમ્બયો નટવરલાલ સવજાનીએ ગઈકાલે તેના જ મહોલ્લામાં રહેતા નેહલ શાંતીલાલ સેલર, ચંદ્રકાંત ઉર્ફે ચંદો મુછળ ભગવાન સેલર, અંકીત નરેન્દ્ર સેલર અને મંયક ઉર્ફે મમુ ઉર્ફે બમ્બુ હેમત ચૌધરી સામે ફરિયાદ નોધાવી હતી.

પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગુરુવારે રાત્રે પોણા અગિયાર વાગ્યે કલ્પેશ ઉર્ફે કલ્લુને ફાલ્ગુની સાથે પ્રેમ સંબંધ હોવા બાબતે નેહલ સેલરને સમજાવતો હતો. જો કે તે વખતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ત્યારબાદ નેહલ થોડીવારમાં અન્ય આરોપીઓ સાથે ફરીથી આવી કલ્પેશ ઉર્ફે કલ્લુને માથામાં કાચની બોટલ મારી હતી.

આ પણ વાંચો :  દારૂ સંતાડવાનો અનોખો પેતરો : સુરત પોલીસ ખેપીયાની ટેકનિક જોઈને માથું ખંઝવાળતી રહી ગઈ

અને મંયક અને અંકીતે તેને પકડી રાખી ચંદુ મુછળે ડાબા પડખાના, કમરના કુલાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. જેથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે બનાવ સંદર્ભે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી હુમલો કરનાર ૪ ઈસમોની શોધખોળ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:February 13, 2021, 16:53 pm

ટૉપ ન્યૂઝ