Home /News /south-gujarat /

Surat Crime: સુરતમાં યુવકની હત્યા: 10 મિનિટમાં આવું છું કહીને ગયો, 30 મિનિટમાં મોતનાં સમાચાર આવ્યા!

Surat Crime: સુરતમાં યુવકની હત્યા: 10 મિનિટમાં આવું છું કહીને ગયો, 30 મિનિટમાં મોતનાં સમાચાર આવ્યા!

સુરતમાં યુવકની હત્યા

Surat Crime News: છ મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખીને સુરતમાં યુવકની હત્યા. મિત્રએ જ ઉપરાછાપરી ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી દીધી. પોલીસે હત્યારાની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરી.

સુરત: સુરતમાં સતત ગુનાખોરી (Surat crime news)ની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના કાકાની હત્યા (Surat murder)ના બનાવની ઘટનાને 24 કલાક નથી થયા ત્યારે જ રાંદેર વિસ્તારના પાલનપુર પાટિયા નજીક સિક્યુરિટી ગાર્ડ (Security guard) તરીકે કામ કરતા રવિ (Ravi) નામના યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. છ મહિના પહેલા થયેલા ઝઘડાની અંગત અદાવતમાં રવિની તેના મિત્રોએ જ ચપ્પુના ઘા ઝીંકી મોડી રાત્રે હત્યા કરી દીધી હતી. યુવક પોતાના ઘરેથી 10 મિનિટનું કહીને નીકળ્યા બાદ 30 મિનિટ બાદ તેના મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

સુરતમાં પોલીસ ગુનાખોરી ડામવાની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ શહેરમાં ગુનાખોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં સતત હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં ૨૪ કલાકમાં હત્યાની એક ઘટના બનતી હોય છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના કાકાની હત્યાની ઘટનાને 24 કલાક નથી થયા ત્યાં તો મોડી રાત્રે વધુ એક યુવકની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે.

પિતાના નિધન બાદ રવિ પર હતી પરિવારની જવાબદારી

સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા નજીક રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતા રવિ નામના યુવકે પિતાની મૃત્યુ બાદ પરિવારની જવાબદારી ઉપાડી હતી. યુવક ગતરોજ રાત્રે પોતાના કામ પરથી આવ્યા બાદ પોતાની વિધવા માતા પાસેથી 50 રૂપિયા લઈને 10 મિનિટમાં આવું છું તેવું કહીને ઘરેથી નીકળ્યો હતો.

આ પણ વાંચો: Surat Murder: પાડોશી સાથે ઝઘડો થતા વૃદ્ધ મહેશ સંઘવીની હત્યા, મોઢા પર મુક્કો માર્યો હતો

જૂની અદાવતમાં હત્યા

રવિને ત્રણ મહિના પહેલા અક્ષય નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન અક્ષયે રવિને લોખંડના સળીયા વડે ઢોર માર માર્યો હતો. આ ઝઘડાની અદાવત રાખીને ગત રાત્રે અક્ષયે રવિ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં રવિનું કરુણ મોત નીપજયું હતું.

આ પણ વાંચો: સુરતનો ચેતવણીરૂપ કિસ્સો: આયાએ આઠ માસના ભૂલકાને હવામાં ઉછાળ્યો, તમાચા માર્યા, પલંગ પર પટક્યો; હાલત ગંભીર

રવિ 10 મિનિટમાં આવવાનું કહીને ગયો હતો

રવિ પોતાની માતાને ઘરેથી 10 મિનિટમાં આવું છે તેમ કહીને ગયો હતો. જોકે, રવિ આવ્યો ન હતો પરંતુ 30 મિનિટ બાદ તેના મોતના સમાચાર આવતા રવિના પરિવારના લોકો શોકમાં ગરક થઈ ગયાં હતાં. રવિ પરિવારમાં મોટો હતો અને પરિવારની જવાબાદરી પણ તે જ ઉપાડતો હતો. મળતી માહિતી પ્રમાણે સુરત રાંદેર પોલીસ (Rander Police) તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રવિના હત્યારા અક્ષયની અટકાયત કરી દીધી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन