સુરત : યુવકે તાપીમાં કૂદી કર્યો આપઘાત, મોતની છલાંગનો Video રાહદારીના મોબાઇલમાં કેદ

સુરત : યુવકે તાપીમાં કૂદી કર્યો આપઘાત, મોતની છલાંગનો Video રાહદારીના મોબાઇલમાં કેદ
સુસાઇડની ઘટના લાઇવ વીડિયોમાં કેદ

આંબોલી તાપી નદીના બ્રિજ પરથી વાહનચાલકે બનાવેલા વીડિયોમાં યુવક બેગ સાથે કૂદતો જોવા મળ્યો

 • Share this:
  કેતન પટેલ, બારડોલી : સુરત શહેરને અડીને આવેલા (Surat) આવેલી તાપી નદી (Tapi) પરના બ્રિજ જાણે કે સુસાઇડ પોઇન્ટ (Suicide) બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાપની નદીના જુદા જુદા બ્રિજ પરથી છાશવારે જિંદગીથી હારેલા લોકો આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હોય છે. જોકે, આ આપઘાતની અનેક ઘટનાઓ જાગૃત વાહનચાલકોના કારણે અટકાવી શકાઈ છે પરંતુ કેટલીક ઘટનામાં નજેર જોવા છતાં હતપ્રભોને બચાવી શકાતા નથી. દરમિયાનમાં આપઘાતની આવી જ એક ઘટના લાઇવ વીડિયોમાં કેદ થઈ છે.

  બનાવની વિગતો એવી છે કે સુરતના કામરેજમાં ગઈકાલે એક યુવકનો આપઘાત કરતો વીડિયો સામે આવ્યો હતો. કામરેજમાં તાપી નદી પર આંબોલીમાં (Man Jumped in Tapi commited Suicide) આવેલા પૂલ પરથી એક યુવકે બેગ લટકાવેલી હાલતમાં કૂદ્યો હતો. આ યુવકની બેગમાં વજન હતો કે કપડાં તેતો રામ જાણ પરંતુ તેણે પૂલની રેલિંગ ક્રોસ કરી તે સમયે બાજુના પૂલ પરથી પસાર થતા વાહન ચાલકે તેને બૂમો પાડી હતી. દરમિયાનમાં તેના મોબાઇલના વીડિયોમાં આ ઘટના લાઇવ કેદ થઈ હતી.

  ગઈકાલે સાંજે 5.00 વાગ્યાના અરસમાં યુવક તાપીમાં કૂદ્યો તે ઘટનાનો વીડિયો જોત જતામાં વાઇરલ થઈ ગયો હતો. યુવક બ્રિજ પરથી બેગ સાથે છલાંગ લગાવી હોવાની વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ અને લાશ્કરો આવી ગયા હતા.

  આ પણ વાંચો : સુરત : વરાછામાં રોમિયોનો આતંક! સગી બહેનોની જાહેરમાં છેડતી કરી, કપડાં ફાડવાની કોશિશ


  જોકે, હજુ સુધી યુવકનો મૃતદેહ ન મળ્યો હોવાની વિગતો સામે આવી છે. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં પણ વાઇરલ થઈ રહ્યો છે. સાથે સાથે આ યુવક કોણ હતો અને તેણે શા માટે આ પગલું ભર્યુ તે રહસ્ય નદીના પાણીમાં ધરબાઈ ગયું છે.

  યુવકનો મૃતદેહ મળે તેની જાણ થશે ત્યાં સુધી પોલીસ પણ આસપાસના વિસ્તારોમાંથી ઘરેથી ગુમ થયેલા યુવકોની માહિતીના આધારે તપાસ ચલાવી રહી છે. આમ તાપી નદીમાં છલાંગ લગાવીને વધુ એક યુવકે મોતને વ્હાલુ કરી લેતા ચકચાર મચી ગઈ છે.
  Published by:Jay Mishra
  First published:February 26, 2021, 13:30 pm

  ટૉપ ન્યૂઝ