સુરત : માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના, મોબાઇલમાં મશગુલ યુવક પહેલાં માળેથી પટકાતા મોત

સુરત : માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના, મોબાઇલમાં મશગુલ યુવક પહેલાં માળેથી પટકાતા મોત
સુરતમાં યુવકનું કરૂણ મોત લાલબત્તી સમાન કિસ્સો

પીપલોદ વિસ્તારની ચોંકાવનારી ઘટના, તમામ માતાપિતા ખાસ વાંચે ધ્યાને લેવા જેવો કરૂણ કિસ્સો

  • Share this:
સુરત શહેરમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં  મોબાઇલમાં મશગુલ રહેવામાં એક યુવકે જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પીપલોદ ખાતે વહેલી સવારે મોબાઈલ પર ગેમ રમતી વખતે અચાનક સૂઈ ગયેલો યુવાન પહેલા માળે અગાસી ઉપરથી નીચે પટકાતા મોતને ભેટયો હતો. આ કિસ્સો એ તમામ બાળકો અને તરૂણોના માતાપિતા લાલબત્તી સમાન છે જેમોબાઇલમાં રચ્યા પચ્યા રહે છે. ખાસ કરીને દીકરા-દીકરીના માતાપિતા માટે.

આજની યુવા પેઢી જાણે મોબાઈલ એટલી મશગુલ થઈ જાય છે કે તેમને મોબાઈલ ફોન સિવાય બીજી કોઈ એયુનિયા નથી તેવું લાગે છે ત્યારે આ મોબાઈલ ફોન માં તલ્લી એક યુવાનું આકસ્માતે મોત ની ઘટના સામે આવી છે સુરત  ના  પિપલોદ ખાતે રાહુલ રાજ મોલ નજીક આવેલા મિલન બંગ્લોઝમાં રહેતો 18 વર્ષીય અમિત સંતોષ ગોસ્વામી આજે વહેલી સવારે પહેલા માળે અગાસીમાંથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતીજોકી અકસ્માત યુવાન નીચે પટકાતા આજુ બાજુ ન લોકો તતાકાલિક તોડી આવ્યા હતા.અજોકે યુવાને ગંભીર ઇજા પોહચી હતી જેને લઇને   તેને સારવાર માટે તેના પિતા108 એમ્બ્યુલન્સમાં મદદ થી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવીયો હતો  જ્યાં ફરજ પરના ડોક્ટરે આ યુવાને મૃત જાહેર કર્યો હતો. પિતા સંતોષભાઈએ કહ્યું હતું કે અમિત વધુ પડતો સમય મોબાઈલ પર ગેમ રમતો હતો.

આ પણ વાંચો : સુરત : દારૂની 'રાત્રિ બજાર'નો Live વીડિયો થયો Viral, દારૂડિયા અને બૂટલેગરોએ તમામ હદ વટાવી

ગઈકાલે રાત્રે પણ તે જમીને મોબાઈલ પર ગેમ રમતો હતો અને મોબાઇલ ગેમમાં એટલો મશગુલ થઈ ગયો હતો તેને લઇને તેની સાથે આ ઘટના બની હતી અને આ કસ્માતે ને લઇને તેનું મોત થયું છે જોકે આ ઘટના પગલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વહેલી સવારે  પિતાની આંખ ખુલતા અમિત સુતેલો ન હતો.બાદમાં તે નીચે ગંભીર ઇજા પામેલી હાલતમાં મળી આવ્યો હતો. તે મોબાઈલ ગેમ રમતા રમતા અગાસીની પાળી ઉપર સુઈ ગયા બાદ નીચે પટકાતા ગંભીર ઈજા થતા તેનું મોત થયું હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

આ યુવક અગાઉ  ધો.10માં બે વખત નાપાસ થયો હતો. તેનો એક નાનો ભાઈ છે. તેના પિતા ડ્રાઇવીંગ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:May 04, 2021, 21:55 pm

ટૉપ ન્યૂઝ