સુરત : ઓવરબ્રિજ પર 'મોતના કૂવાનો ખેલ,' યુવકના બેફામ સ્ટન્ટનો વીડિયો થયો Viral

સુરત : ઓવરબ્રિજ પર 'મોતના કૂવાનો ખેલ,' યુવકના બેફામ સ્ટન્ટનો વીડિયો થયો Viral
જિલાની બ્રિજ પર યુવકના ફરી જોખમી સ્ટન્ટ

સુરતના ચંદ્રશેખર આઝાદ (જિલાની) બ્રિજ પર રોજ રાત પડે અને આવા 'ખેલ ખપાટા' જોવા મળે છે. જુઓ જોખમી સ્ટન્ટનો વાયરલ વીડિયો

  • Share this:
સુરત માં છેલ્લા કેટલાક સામેથી કેટલાક યુવાનો પોતાઈ મોટર સાઇકલ સ્ટન્ટ કરતા (Bike Stunt) જોવા મળ્યા છે ત્યારે સુરતના ચંદ્રશેખ આઝાદ  (જિલાની) બ્રિજ (Jilani Bridge) પર ફરી એકવાર રાત પડતા ભેગા થયેલા યુવાનો બાઈક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમ મુક્ત જોવા મળ્યા છે. જોકે આવા લોકો વિરુદ્ધ પોલીસ (Police) કડક કાર્યવાહી અનેક વખત મેગ વચ્ચે આ યુવાનો બાઈક સ્ટન્ટ કરતો વિડીયો વાઇરલ (Video) થયો છે

સુરતના પોશ વિસ્તારમાં યુવાનો પોતાની મોટર સાઈકલ બેફામ હંકારી સ્ટન્ટ કરતા હોવાને લઈને રસ્ત માંથી પસાર થતા લોકોના જીવ કેટલીકવાર જોખમ મુક્તા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કરતા યુવાનો સાથે, પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.આ પણ વાંચો :  સુરત : SMCની લાલિયાવાડીના લીધે વરાછાના યુવકનું અકસ્માતમાં મોત, ઘટના CCTVમાં કેદ

જોકે, પોલીસ ખાસ કરીને આવા બાઈક ચાલકો સામે અનેક વખત કાર્યવાહી કરી છે પણ આવા યુવાનો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજે એક યુવાન બાઈક પર સ્ટન્ટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે ત્યારે સુરતના રાંદેર અને કતારગામને જોડતા ચંદ્રશેખર આઝાદ જે જિલાની બ્રિજ તરીકે ઓળખાય છે ત્યાં સાંજ પડતાની સાથે મોટા પ્રમાણ માં યુવાનો એકઠા થઈને સ્ટન્ટ કરતા હોય છે.આ પણ વાંચો :  સુરત : જીલાની બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જોખમી સ્ટન્ટનો વીડિયો

જોકે થોડા સમય પહેલાપણ આ બ્રિજ પર સ્ટન્ટ કરવા જતા આએક યુવાન બાઈક ને અકસ્માત નડ્યો હતો જેમાં યુવાનનું કરુંણ મોત થયું હતું. જોકે ત્યારબાદ આજે ફરી એજ જગ્યા પર યુવાનો પોતાની મોટર સાઇકલ પર ત્યાંથી પસાર થતા લોકોના જીવ જોખમ મૂકીને સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે.

આ પણ વાંચો :

ત્યારે આ વીડિયો વાયરલ થતાની સાથે પોલીસ વિભાગ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી આ લોકોના જીવ સાથે ચેડાં કરતા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. જોકે આ યુવાનો સ્ટંટ કરતા હતા તે પણ રોંગ સાઈડ પર જેને લઇને રસ્તા પસાર થતા લોકો માટે આ યુવાનો જોખમ સાથે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા.
Published by:Jay Mishra
First published:March 08, 2021, 20:39 pm

ટૉપ ન્યૂઝ