સુરતમાં વતનથી પરત ફરેલા રત્નકલાકારને 15 દિવસથી કામ ન મળતા ટૂંકાવ્યુ જીવન


Updated: August 30, 2020, 10:58 AM IST
સુરતમાં વતનથી પરત ફરેલા રત્નકલાકારને 15 દિવસથી કામ ન મળતા ટૂંકાવ્યુ જીવન
પ્રતિકાત્મક તસવીર

કોરોના અનલોકમાં ઉધોગ શરૂ થતા આ યુવાન રોજીરોટી માટે 15 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો.

  • Share this:
કોરોના મહામારી (coronavirus) વચ્ચે વેપાર ઉધોગ બંધ થઇ જતા કારીગર વર્ગે પોતાના વતન તરફની વાટ પકડી હતી. શહેરનાં (Surat) વેડરોડ વિસ્તરમાં રહેતા અને રત્નકલાકાર  તરીકે કામ કરતા યુવાન 15 દિવસ પહેલા વતનથી સુરત આવ્યા બાદ આર્થિક સંકડામણ અનુભવતા પોતાની રૂમમાં ગળે ફાસો (suicide) ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવાનના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાઉ થઇ ગયો છે.

મૂળ છોટા ઉદેપુરના દેલવાણીયા ગામનો વાતની ભુપેદ્રસિંહ ધર્મેદ્રસિંહ રાજપૂત છેલ્લા લાંબા સમયથી સુરતના વેડરોડ પર આવેલ નિર્મલ નગરના શ્યામ કોમ્પ્લેક્સમાં રહેતો હતો અને રત્નકલાકર તરીકે કામ કરતો હતો. તેની આવકમાંથી યુવાન વતનમાં રહેતા પરિવરને આર્થિક મદદ કરતો હતો. જોકે કોરોના મહામારી વચ્ચે વેપાર ઉધોગ બંધ થઇ જતા ભુપેદ્રસિંહ પણ પોતાના વતન જઈને પિતાને ખેતીકામમાં મદદ કરતો હતો.

કોરોના અનલોકમાં ઉધોગ શરૂ થતા આ યુવાન રોજીરોટી માટે 15 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. ગતરોજ પોતાના રૂમમાંથી બહાર ન આવતા સ્થાનિક લોરોએ  યુવાનના મિત્રો અને સંબધીને જાણ કરી હતી. તે લોકોએ આવીને યુવાનનો રૂમ ખોલતા યુવાન ગળેફાસો ખાધેલી હાલતમાં લટકેલો મળી આવતા સ્થનિક લોકો દ્વારા આ ઘટના મામલે પોલીસ ને જાણકારી આપવામાં આવી હતી.

આ પણ વાંચો - રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 216 તાલુકામાં મેઘ મહેર, સવારે બે કલાકમાં દાંતામાં 4.2 ઇંચ વરસાદ ખાબક્યો

પોલીસે બનાવની જગ્યા પર આવીને તપાસ શરી કરી હતી. મારનાર યુવાન 15 દિવસ પહેલા વતનથી આવ્યા બાદ સતત આર્થિક સંકડામણ અનુભવતો હતો. કારણ કે, વતનથી આવ્યા બાદ 15 દિવસ થઇ ગયા હતા ને તેને કામ મળતું નહિ હોવાને લઈને તે હતાશ થઇ ગયો હતો. માનસિક તાણ અનુભવતો હતો.

આ પણ જુઓ -  

યુવાને  આ અંગેની વાત મિત્રોને કરી ત્યારે તેમણે તેને નાશીપાસ ન થવાની સલાહ આપી હતી. તે છતાંય આવેશમાં આવી આ પગલું ભર્યુ છે. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ  શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ જુવાન પુત્રના મોતના સમાચાર મળતા વતનમાં રહેલો પરિવાર શોકમાં ગરકાઉ થઇ ગયો છે.

આ પણ વાંચો - રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 216 તાલુકામાં મેઘ મહેર, સવારે બે કલાકમાં દાંતામાં 4.2 ઇંચ વરસાદ ખાબક્યો
Published by: Kaushal Pancholi
First published: August 30, 2020, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading