સુરત : કરપીણ હત્યાનો સિલિસિલો યથાવત, તલવાર લઈને નીકળેલા શખ્સનું ઢીમ ઢાળી નાખ્યું

સુરત : કરપીણ હત્યાનો સિલિસિલો યથાવત, તલવાર લઈને નીકળેલા શખ્સનું ઢીમ ઢાળી નાખ્યું
પ્રતિકાત્મક તસવીર

નશામાં છાકટા થઈને તલવાર લઈને નીકળેલા યુવકને પાંત શખ્સોએ ફટકા અને પથ્થરના ઘા ઝીંકી મારી નાખ્યો

  • Share this:
સુરત : સુરત શહેરમાં તહેવારોમાં (Surat Murder) પણ કરપીણ હત્યાઓનો સિલિસિલો યથાવત રહ્યો છે. શહેરમાં માથાભારે શખ્સોના હંગામાની ઘટનાઓ વચ્ચે ડીંડોલી વિસ્તારમાં (Dindoli surat) હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વિગતો એટલી ચકચારી છે કે જાણીને કોઈ પણ વ્યક્તિને આંચકો લાગી શકે.  સુરતના ડીંડોલીની શ્રીનાથ નગર સોસાયટીમાં દારૂના નશામાં ખુલ્લેઆમ તલવાર (Youth Beaten to death in surat) લઇ નીકળેલા માથાભારે યુવાનને લાકડાના ફટકા અને પથ્થર વડે માર મારી હત્યા નીપજવામાં આવી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી માથાભારે યુવાનને રહેંસી નાંખનાર પાંચની અટકાયત કરી છે.

સુરત ના ડીંડોલી-નવાગામ રોડ સ્થિત શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નં. 310માં રહેતો માથાભારે આકાશ હરિરામ સહાની ( ચારેક દિવસ અગાઉ રાત્રે 8 વાગ્યાના અરસામાં દારૂના નશામાં ચૂર હાલતમાં ખુલ્લી તલવાર લઇ સોસાયટીમાં નીકળ્યો હતો. નશામાં ધૂત આકાશે ખુલ્લામાં તલવારબાજી શરૂ કરી દેતા એક યુવાનને ઇજા થઇ હતી.આ પણ વાંચો : અમદાવાદમાં Coronaના કેસ વધતા વધુ 300 ડૉક્ટરની ફાળવણી, 900 covid બેડનો ઉમેરો

જેથી સોસાયટીમાં રહેતા રાજન બચ્ચુ ચૌધરી, રામ બબ્બન, લકુવા રામ બબ્બન, રામ બબ્બનના સાળો, મુન્નો અને બબલુ રાજકુમાર ચૌધરી દોડી આવ્યા હતા. આ તમામે આકાશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે પણ ગાળાગાળી કરી હતી અને તેમના ઉપર પણ તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી ઉપરોકત તમામે લાકડાના ફટકા અને છુટા પથ્થર આકાશને માર્યા હતા. જેમમાં આકાશને હાથ-પગ, છાતી અને મોંઢાના ભાગે ઇજા થતા તે ત્યાં જ બેભાન થઇ ગયો હતો.જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ આકાશને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આકાશના પિતા હયાત નથી અને તેની માતા તથા બે બહેન લોક્ડાઉન બાદ વતન ખાતે રહે છે અને ખેતીકામ કરે છે. ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી પાંચેયની અટકાયત કરી છે.

આ પણ વાંચો :  સુરતમાં આપઘાતની બે કરૂણ ઘટના : કતારગામના રત્નકલાકાર, ગોપીપુરાના વેપારીએ જિંદગી ટૂંકાવી

ગઈકાલે પાંડેસરામાં પણ થઈ હતી હત્યા

સુરતના પાંડેસરા મિલન પોઇન્ટ નજીક આવકાર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નં. 155 ની સામે યુવાનની લાશ મળી આવી હતી. જોકે યુવાના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા હતા, જેથી કોઈ જાણ ભેદુ દ્વારા આ યુવાની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી શરુ કરી છે. સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે ત્યારે સુરતના પાંડેસરા ફરી એક વાર હત્યાની ઘટના સામે આવતા પોલીસ વિભાગ દોડતું થયું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મિલન પોઇન્ટ નજીક આવેલ આવકાર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નં. 155ની સામે યુવાનની લાશ મળી આવી હતી. જોકે લાશની જાણકારી મળતા પોલીસ તાતકાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને તપાસ શરુ કરી હતી.
Published by:Jay Mishra
First published:November 20, 2020, 10:16 am

ટૉપ ન્યૂઝ