સુરત : પરિણીત મહિલાના પ્રેમમાં 'એક ફૂલ દો માલી,' કાટો કાઢી નાખવા એક પ્રેમીએ કરી બીજાની હત્યા

સુરત : પરિણીત મહિલાના પ્રેમમાં 'એક ફૂલ દો માલી,' કાટો કાઢી નાખવા એક પ્રેમીએ કરી બીજાની હત્યા
આરોપી યુવક તેમજ તેના મદદગારને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પ્રણય ત્રિકોણમાં ખૂની ખેલ ખેલનારો પ્રેમી અને તેનો મિત્ર ઝડપાયા, ઘરે કામ કરવા આવતી મહિલા સાથે યુવક સાથે બંધાયા હતા આડા સંબંધો

  • Share this:
સુરતમાં હત્યાની (Surat Murder) એક અલગ ઘટના સામે આવી હત. સુરતના સચિન વિસ્તારમાંઉતરાણ દિવસે આએક યુવાની ઘાતકી હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જોકે પોલીસે આ હત્યા  પરણિત પ્રેમિકાને પામવા બે પ્રેમી માંથી  એક પ્રેમીએતેના મિત્ર સાથે મળી  બીજા પ્રેમીની હત્યા કરી જોકે પોલીસે આ મામલે હહત્યરા પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે

સુરતમાં સતત હત્યાની ઘટના સમયે આવી રહી છે ત્યારે સચિન વિસ્તારમાં ઉતરાણના દિવસે એક યુવાની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જોક આ મામલે પોલીસે તપાસ કરતા સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સાઈબાબા રેસીડેન્સી પાસે માળીઆવેલ લાશ સચિન GIDC  ખાતે આવેલ તળગપુર ગામ ખાતે  જાકીરભાઇની ચાલીમાં રહેતા અને મજૂરી કામ કરતા  ગંગાસિંહ રમાકાંતસિંહ તરીકે ઓળખ થઇ હતી.જોકે આ યુવાની હત્યા મામલે પોલીસે તપાસ કરતા માલુમ પડેલ કે આ યુવાનના ઘરે ઘરકામ કરવા આવતી મહિલા સાથે આ યુવાનને પ્રેમ સંબંધ હતો સાથે મારનાર યુવાનના ઘરે પણ મહિલા રસોઈ તેમજ અન્ય ઘરકામ કરવા જતી હતી જેને લઈને બંનેવ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે મહિલા પરિણીત હોવાની સાથે મરનાર યુવાન સાથે પણ અનૈતિક સંબંધો ધરાવતી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : કૌટુંબિક ભાઈએ પરિણીતાનો સ્નાન કરતો Video બનાવ્યો, બ્લેકમેલ કરી શારિરીક સંબંધો બાંધ્યા

જોકે આ મહિલાએ આ યુવાન સાથે પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી અન્ય એક યુવાન સાથે પ્રેમ સબધ બાંધ્યો હતો જેને લઇને  મરનાર યુવાન આ પરિણીત મહિલા અને પોતાની સાથે રહેવા માટે સતત દબાણ કરતો હતો ત્યારે આ મહિલાના અન્ય એક યુવાન  છબીરામ ઉર્ફે રમેશ ઉર્ફે કમલેશ રામપાલ યાદવસાથે પણ પ્રેમ સંબંધ હોવાને લઈને આ યુવાન પણ આ મહિલાને તેની સાથે રહેવા દબાણ કરતો હતો.

આ પણ વાંચો : આ પણ વાંચો :  અમદાવાદ : કૌટુંબિક ભાઈએ પરિણીતાનો સ્નાન કરતો Video બનાવ્યો, બ્લેકમેલ કરી શારિરીક સંબંધો બાંધ્યા


જોકે આ મહિલાના પહેલાં પ્રેમી વિષે જાણકારી મળતા  છબીરામ ઉર્ફે રમેશ ઉર્ફે કમલેશ રામપાલ યાદવે તેના એક મિત્ર  બ્રિજમોહન ઉર્ફે બિજે છોટેલાલ ગુપ્તા સાથે મળી  આ યુવાનની ઘાતકી હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે આ બંને આરોપી ને ઝડપી પડી તેના વિરુદ્ધ કાયદેસની  કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે
Published by:Jay Mishra
First published:January 17, 2021, 17:25 pm

ટૉપ ન્યૂઝ