સુરત : વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો Video થયો Viral

સુરત : વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો Video થયો Viral
સુરતમાં આધેડની પીટાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

ગઈકાલે યુવકને ચપ્પુના ઘા મારી અને પટ્ટા મારી દોડાવ્યાનો વીડિયો સામે આવ્યો હતો, આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં મારામારીનો બીજો બનાવ

  • Share this:
સુરતમાં (Surat) છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્તવો બેફામ બન્યા છે. સુરતમાં કેટલાક અસામાજીક તત્તવો એક યુવાનને ચપ્પુ માર્યા બાદ આ લોકો આંતક મચાવતા હોવાના સીસીટીવી (CCTV) સોશિયલ મીડિયામાં (Social Media) પણ વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. હજુ તો આ ઘટનાની શાહી નથી સૂકાઈ ત્યાં ફરી એક આધેડને (Viral Video of Youth beaten) જાહેરમાં માર મારવાનો વીડિયો વાઇરલ થયો છે

હજુ ગઈકાલે જ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દેશના રહેવા લાયક શહેરોની યાદીમાં પાંચમો ક્રમ મેળવનારૂં સુરત ગુનાહિત કૃત્યો માટે પંકાતું જતું હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા આયે દીન હત્યા, હત્યાના પ્રયાસો અને મારામારીના બેફામ બનાવો નોધાઈ રહ્યા છે. ઘટનાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન વરાછા વિસ્તારમાં વધુ એક વિડીયો વાઇરલ થયો છે.

જેમાં વરાછાના વિસ્તારના સપન સોસાયટી નજીક સાંજના સમયે લોકો મોટી સંખ્યમાં પસાર થઈ રહ્યા હતા તયારે કેટલાક અસામાજિક તત્વો અહીંયા એક આધેડને જાહેરમાં માર મારતા હતા. જોકે પાંચથી છ જણાએ આ આધેડ ને જાહેરમાં છૂટાહાથની મારમારી કરતા જોવા મળ્યા હતા. હત જોકે એક જાગૃત નાગરિકે આ વીડિયો પોતાના મોબાઈલ માં કેદ કરી સોશયિલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : 'નેહા શર્મા'એ વધુ એક યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, 'નગ્ન' Video Viral કરવાની ધમકી

ગઈકાલે શું ઘટના સામે આવી હતી?

રતના વરાછા વિસ્ત્તારમાં આવી ઘટના દિવસેને દિવસે સામાન્ય બની છે અને તેમાં પણ ઘનશ્યામ નગરમાં સૌથી વધુ આવી ઘટના બને છે. અહીંયા પહેલા લેડી ડોન ભુરીનો આંતક હતો. ત્યારે થોડા સાયથી અહીંયા બીજા અસામાજિક તત્તવોની બેફામ બન્યા છે. જોકે ગતરોજ રાત્રે અહીંયા અસામાજિક તત્વો દ્વારા એક યુવાને ચપ્પુના ઘા મારવાની ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ વાઇરલ થયા હતા.આ પણ વાંચો :  કોડિનાર : છકડો રીક્ષા વચ્ચે અચાનક શ્વાન આવતા પલટી, મહિલાનું મોત, અકસ્માત CCTVમાં કેદ

અસામાજિક તત્તવોની  બેખોફ બનીને  એક યુવાને પોતાના કમરમાં પહેરેલા પટ્ટો કાઢીને માર મારવા લાગ્યા હતા. જેને લઈને આ યુવાન ત્યાંથી પોતાનો જીવ બચાવી ભાગી એક નાની હોટલમાં સંતાઇ ગયો હતો. જોકે, આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
Published by:Jay Mishra
First published:March 05, 2021, 13:11 pm

ટૉપ ન્યૂઝ