સુરત : કાપોદ્રામાં યુવક પર જીવલેણ હુમલો, સાત જેટલા લુખ્ખા તત્વોએ લોખંડની પાઇપ અને ફટકા માર્યા

સુરત : કાપોદ્રામાં યુવક પર જીવલેણ હુમલો, સાત જેટલા લુખ્ખા તત્વોએ લોખંડની પાઇપ અને ફટકા માર્યા
સુરત પોલીસની ફાઇલ તસવીર

ગોપાલ ઉર્ફે સંજય વલ્લ જાવીયા સાત જેટલા સાગરીતો સાથે લોખંડ અને લાકડાના ફટકા સાથી ઘરમાં ઘુસી આવ્યો હતો. બાજુમાં રહેતા કુલદીપ ધાખડ, મંગળુ ભુંકણ અને ઉમેશ ખુમાણ સાથે મળીને આ યુવાને પર જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા

  • Share this:
કાપોદ્રા (Kapodra)  બજરંગનગરમાં રહેતા યુવકના ઘરમાં ગઈકાલે રાત્રે પડોશી સાથે બુલેટ ચલાવવા થયેલા ઝઘડાની અદાવતમાં ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યના આરસામાં સાતથી આઠ જણા લોખંડ અને લાકડાના ફટકા સાથે ઘરમાં ઘુસી આવી ઢોર મારમાર્યો હતો. સુરતમાં (Surat) સતત ગુનાખોરી (Surat crime) વધી રહી છે ત્યાર સ્મરણીય બાબતે સુરતમાં લોકો ને કાયદાનો ડર રહ્યો નથી જેને લઈને કાયદો હાથમાં લઇને ગુનોઆચરતા અચકાતા નથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સામાન્ય બાબતમાં યુવક પર જીલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ખોડિયાર નગર રોડ આવેલ બજરંગનગર સોસાયટીમાં રહેતા જયરાજ બહાદુર માંજરીયા (કાઠી દરબાર) ગઈકાલે બપોરે ઘરે હતા તે વખતે અઢીથી ત્રણ વાગ્યાના આરસામાં ગોપાલ ઉર્ફે સંજય વલ્લ જાવીયા સાત જેટલા સાગરીતો સાથે લોખંડ અને લાકડાના ફટકા સાથી ઘરમાં ઘુસી આવ્યો હતો. બાજુમાં રહેતા કુલદીપ ધાખડ, મંગળુ ભુંકણ અને ઉમેશ ખુમાણ સાથે મળીને આ યુવાને પર જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા.આ પણ વાંચો :    સુરત : લો બોલો! દારૂ પકડતી પોલીસનો પુત્ર જ દારૂ સાથે ઝડપાયો, ચાર લવરમૂછિયાઓની માલ સાથે ધરપકડ

જોકે, યુવાન પર હુમલો થયાની જાણકારી મળતા પોલીસ પણ તત્કાળ બનાવ વાળી જગ્યા પર દોડી આવીને આ મામલે તપાસ સહકાર કરી હતી જેમાં હુમલો કરનાર અને જે યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. તે યુવાનો વચ્ચે આગલે દિવસે બુલેટ ચલાવાને લઈને માથાકૂટ થી હતી અને જોત જોતામાં મામલો ગુગર બનૈયો હતો જોકે તે સમયે આ મામલો અન્ય મિત્ર વચ્ચે પડતા સહનત થઇ ગયો હતો.

આ પણ વાંચો : સુરત : યુવક પર છરી અને તલવારથી જીવલેણ હુમલો, જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, શહેરમાં લુખ્ખા તત્વો બેફામ

અને આ ઝગડાની અદાવત રાખીને ઘાતક હથિયાર સાથે હુમલો કરવામાં આવીયો હોવાને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલો કરતા યુવાનોની તપાસ શરૂ કરી છે. જોકે હુમલો કરનાર યુવાન વિસ્તારમાં માથાભારે યુવકો છાપ ધરાવતા હોવાને લઇને તેમની સતત ફરિયાદ પોલીસ પાસે આવે છે તેવામાં બુલેટ ચાલવા ના સામાન્ય બાબતે થયેલી તકરાર ઘાતક હથિયાર સાથે આવીને હુમલો કરવાની ઘટના પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી સ્થાનિક લોકોની માગ ઉઠી છે
Published by:Jay Mishra
First published:February 09, 2021, 21:06 pm

ટૉપ ન્યૂઝ