સુરત: બાઈક સવાર યુવકને પોલીસે છૂટો ડંડો મારી માથું ફોડી નાખ્યું! Video વાયરલ

સુરત: બાઈક સવાર યુવકને પોલીસે છૂટો ડંડો મારી માથું ફોડી નાખ્યું! Video વાયરલ
ઘાયલ યુવક સુરત

પોલીસ લોકોને અટકાવીને 200 રૂપિયાનો ચલન બનાવતા હોય છે ત્યારે એકટીવા મોટરસાયકલ પર ત્રણ લબર મુછીયા જઈ રહ્યા હતા.

  • Share this:
સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા નાનપુરા માછીવાડ પાસે ઝીંગા સર્કલ નજીક ગત રાતે પોલીસ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, તે દરમિયાન activa મોટરસાયકલ પર ત્રણ સવારી જતા લબર મુછિયા યુવાનોએ માસ્ક ન પહેરેલું હોવાથી, પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતા પોલીસને જોઇને ગાડી ભગાવી દેતા નજીકના ડિવાઈડર સાથે અથડાયા હતા.

જેમાં એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ સંદર્ભે પોલીસ અને ઇજાગ્રસ્ત યુવાન વચ્ચે થઈ ગયેલા સમજૂતી મુજબ તેરે બી ચૂપ ઓર મેરી બી ચૂપ પિક્ચર બહાર પડ્યું છે.



ઘટનાની વિગતે વાત કરીએ તો, સુરત શહેરના નાનપુરા માછીવાડ નજીકઝીંગા સર્કલ પાસે ગત મોડી સાંજે અઠવાલાઇન્સ પોલીસ મથકના પીએસઆઇ રાવલ અને તેમની પોલીસ ટીમે વાહન ચેકિંગ આદર્યું હતું અને વાહનચાલકોને અટકાવી પૂછપરછ કરતા હતા તેમજ વાહન ચાલક વિરુદ્ધ ચલણ પણ આપતા હતા. ખાસ કરીને વાહનચાલક માસ્ક વગર ફરતા દેખાય તેને અટકાવીને 200 રૂપિયાનો ચલન બનાવતા હોય છે ત્યારે એકટીવા મોટરસાયકલ પર ત્રણ લબર મુછીયા જઈ રહ્યા હતા.

આ પણ વાંચોસુરત: એસીડ પીધા બાદ બચી ગયો, તો આખરે હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી આપઘાત કરી લીધો

તે દરમિયાન પોલીસને જોઈને ત્રણેય યુવાનો ગભરાઈ ગયા હતા અને પોતાની મોટરસાયકલ ફૂલ ઝડપે કરીને પોલીસે અટકાવવા જતાં ઝડપભેર નીકળી ગયા હતા, અને ડિવાઈડર સાથે ત્રણે યુવાનનું બેલેન્સ ન રહેતા અથડાયા હતા, જેમાં એકટીવા ચલાવનાર યુવાનને માથાના ભાગે ઇજા પહોંચી હતી.



આ ઘટના બાદ જોત જોતામાં એક કોમનું ટોળું આવી ગયું હતું અને યુવાનને લાકડી ફટકારી છે તેમ પીએસઆઇ રાવલ પર દબાણ વધાર્યું હતું. પોલીસ અધિકારીએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ તરફ મોકલી દીધો હતો. પરંતુ આ ઘટનાને સોશિયલ મીડિયા પર પોલીસ અધિકારીએ એકટીવા મોટરસાયકલ પર દંડો મારતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હોવાની વાતો ફેલાવવામાં આવી હતી.

આ સંદર્ભે સાચુ શું છે તે જાણવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા કે સર્વેલન્સ સ્ટાફ કે ખુદ ભોગ બનનાર યુવાન અને પીએસઆઇ રાવલ આ વિષય પર મગનું નામ મરી નથી પાડી રહ્યા. હાલમાં માહોલ એવો સર્જાયો છે કે, તેરી ભી ચૂપ, ઓર મેરી ભી ચૂપ, તેવું દેખાઈ રહ્યું છે. આ સંદર્ભમાં જો ટોચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણી સચ્ચાઇ બહાર આવી શકે તેમ છે.
Published by:kiran mehta
First published:July 28, 2020, 16:04 pm