સુરત : સમગ્ર દેશ જ્યારે દિવાળીના પર્વની (Diwali 2020) ઊજવણી ધામધૂમથી કરી રહ્યો હતો ત્યારે સુરતના (Surat) એક યુવકને બેજવાબદારી દાખવવી ભારે પડી છે. ડીજેના તાલે (DJ Music) મજા કરી રહેલા આ યુવકે સુતળી બૉમ્બને (Sutli Bomb fired on face) બેજવાબરી પૂર્વક ફોડતા તેના મોઢા પાસે જ ઘડાકો થઈ ગયો હતો. એક બાજુ ડીજેના હાઇ ડેસિબલ સાઉન્ડમાં યુવાધન મસ્તીમાં ચૂર હતું ત્યારે બીજી બાજુ ફટાકાડાં કિંગ ગણાતો સુતળી બૉમ્બ ધડામ દઈને ફૂટી જતા યુવકના મોઢા પર જીવલેણ ઇજા થઈ છે.
બનાવની વિગત એવી છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં DJના તાલે દિવાળીની ઊજવણી તઈ રહી હતી. દરમિયાન મિત્રોએ મસ્તીમાં કહ્યું અને યુવકે ચહેરાની નજીક બૉમ્બ ફોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ બૉમ્બ ફૂટતાની સાથે જ યુવક બેહોશ થઈ ગયો હતો. ભોગ બનનાર યુવકનું નામ પિન્ટુ જાદવ હોવાનું સામે આવ્યું છે. જોકે, આ યુવકને બેકાળજી અને ઑવર કૉન્ફિડન્સ દાખવવો એટલો ભારે પડ્યો છે કે હાલમાં તેને મલ્ટિપલ ફ્રેક્ચર થયા છે.
ઇજાગ્રસ્ત યુવકનું નામ પિન્ટુ જાદવ છે અને તે મિલમાં કામ કરે છે. ( આ તસવીર વિચલિત કરી શકે છે પરંતુ અમે એટલે દર્શાવી રહ્યા છીએ કે સામાજિક જાગૃતિ પ્રસરાય અને ફટાકડાંની આવી ચેલેન્જોથી લોકો બચે)
ઇજાગ્રસ્ત પિન્ટૂ મિલમાં નોકરી કરે છે. દિવાળી વેકેશનને લઈને સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. દરમિયાન ગત દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ ફોડી રહ્યા હતા. દરમિયાન મિત્રો દ્વારા પિન્ટુને મસ્તીમાં મોંમાં સુતળી બોમ્બ ફોડવા કહ્યું હતું. જેથી પિન્ટુએ મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડી દીધો હતો. જેથી તે બેભાન થઈ ગયો હતો.
સુરત શહેરમાં દિવાળીની રાતે થયેલા આ અકસ્માતમાં સુતળી બૉમ્બ ચેલેન્જે યુવકને આજીવન યાદ રહે તોવ સબક શીખવાડ્યો છે. હકિકતમાં લીલા કલરની સુતળીમાં રોગાન અને દારૂગોળો ભરેલો આ બૉમ્બ સુતળી બોમ્બ તરીકે ઓળખાય છે. તેનો વિસ્ફોટ એટલો પ્રચંડ હોઈ શકે છે કે જૂના જમાનાની ઇમારતોના કાંગરા પણ ખરી જાય, ત્યારે મોઢાની પાસે મિત્રોની ચેલેન્જમાં આ બૉમ્બ ફોડવા જતા પિન્ટુ જાદવ મોતના મુખ સુધી પહોંચી ગયો છે.