સાવધાન! બાળકોને આપવામાં આવતા દૂધના પાવડરમાંથી નીકળી ઇયળ અને જીવાત

મેડિકલ સ્ટોરમાંથી દૂધનો પાઉડર લીધો હતો. જેને ઘરે જઈ આ પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળતા પરિવાર ચોકી ઉઠ્યો હતો

News18 Gujarati
Updated: October 10, 2019, 6:26 PM IST
સાવધાન! બાળકોને આપવામાં આવતા દૂધના પાવડરમાંથી નીકળી ઇયળ અને જીવાત
બાળકોના પાવડરમાં ઈયળ
News18 Gujarati
Updated: October 10, 2019, 6:26 PM IST
કિર્તેશ પટેલ, સુરત: બાળકોના વાલીઓ માટે આંખ ઉગાડતો કિસ્સો સામે આવ્યો છે. બાળકોને આપવામાં આવતા દૂધના પાઉડરમાંથી નીકળી ઈયર અને બીજા દિવસે નીકળ્યા જીવડાં જેને લઈને પાઉડર બનાવતી કંપનીને ફરિયાદ કરતા કોઈ જવાબ ન મળતા, હવે પરિવાર આ કંપની પર કેસ કરવાની તૈયારી કરી રહ્યો છે.

તમારા ઘરે બાળક હોય અને તમે તેને દૂધનો પાઉડર આપતા હોય તો ચેતજો, કારણ કે, દૂધનો પાઉડર બાળક માટે કેટલો હાનિકારક છે તે હમે તમને જણાવવા જઈ રહ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા પરિવારે ગતરોજ પોતાના બાળક માટે એક મેડિકલ સ્ટોરમાંથી દૂધનો પાઉડર લીધો હતો. જેને ઘરે જઈ આ પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળતા પરિવાર ચોકી ઉઠ્યો હતો. તાત્કાલિક પાઉડર લાવનાર યુવાને મેડિકલ સ્ટોર પર જઈને ફરિયાદ કરી હતી.

મેડિકલ વાળાએ કંપનીનો નંબરે આપ્યો હતો અને અહીંયા ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ભાઈએ કંપનીને ફોન કરી ફરિયાદ કરી હતી, પણ કંપની દ્વારા તેમની ફરિયાદ ધ્યાને લેવામાં ના આવી. આજરોજ ફરી આ દૂધના પાઉડરનું પેકેટ જોતા તેમાંથી જીવાત મળી આવી હતી.

હવે આ પરિવાર આ મામલે ફરિયાદ કરવાની તજવીજ કરી રહ્યું છે. કારણ કે તે તેમના બાળકને તંદુરસ્ત રાખવા માટે આ દૂધનો પાઉડર આપતા હોય છે ત્યારે આ દૂધનો પાઉડર બાળકો માટે કેટલો હાનિકારક છે તે આ ઘટના પરથી ખબર પડે છે અને કંપની માત્ર નફો કરવામાં ધ્યાન આપે છે, લોકોની હેલ્થ સામે ધ્યાન નથી રાખતી તેવું આ પરિવારને લગતા હવે કંપની સામે આગામી દિવસમાં ફરિયાદ કરવાની તૈયારી કરી છે.
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...